ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસ પર છે. અહીં 2 જૂનથી લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 277 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતના અંતે 5 વિકેટે 216 રન બનાવ્યા હતા.
લોર્ડ્સ ટેસ્ટમાં હજુ બે દિવસ બાકી છે અને ઈંગ્લેન્ડને જીતવા માટે માત્ર 61 રનની જરૂર છે. હાલમાં પૂર્વ કેપ્ટન જો રૂટ 77 અને બેન ફોક્સ 9 રન બનાવીને અણનમ છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ ચોથા દિવસે લંચ પહેલા જીત નોંધાવી શકે તેવી આશા છે.
ન્યુઝીલેન્ડની ટીમને જીતવા માટે 5 વિકેટની જરૂર છે
બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમને લોર્ડ્સ ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડની ટીમની 5 વિકેટ લેવી પડશે. કિવી ટીમ માટે તે થોડું મુશ્કેલ હશે, પરંતુ અશક્ય નથી. ન્યુઝીલેન્ડને હવે જીતવા માટે ચમત્કારની જરૂર છે. કિવી ટીમના ફાસ્ટ બોલર કાઈલ જેમસને અત્યાર સુધીમાં 4 અને ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ ઝડપી છે.
ડેરેલ મિશેલે મુશ્કેલ પીચ પર સદી ફટકારી હતી
લોર્ડ્સ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. કીવી ટીમે પ્રથમ દાવમાં 132 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે બીજી ઇનિંગમાં વાપસી કરી હતી અને શાનદાર રીતે 285 રન બનાવ્યા હતા. ડેરેલ મિશેલે મુશ્કેલ પીચ પર 108 રન ફટકાર્યા હતા. જ્યારે ટોમ બ્લંડેલે 96 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડે ઇગ્લેન્ડને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું