Ravichandran Ashwin On Gaba Test: ભારતીય ટીમે વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયન ધરતી પર 2-1થી ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી હતી, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ ભારતીય ટીમની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં ગણવામાં આવે છે. આ સીરીઝમાં વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ ન હતા. આ ઉપરાંત કેટલાય મુખ્ય ખેલાડીઓ ઇજાના કારણે ન હતા રમી શક્યા પરંતુ આમ છતાં ભારતીય ટીમે આ સીરીઝનો પોતાના નામે કરી. આ સીરીઝ જીતમાં દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનુ ખાસ યોગદાન રહ્યું છે. હવે આ સીરીઝ સાથે જોડાયેલો એક કિસ્સો રવિચંદ્નન અશ્વિને શેર કર્યો છે.
ઋષભ પંતના મગજનો વાંચવુ મુશ્કેલ -
રવિચંદ્રન અશ્વિને કહ્યું કે ઋષભ પંતના મગજમાં શું ચાલી રહ્યું છે, આ જાણવુ ખુબ મુશ્કેલ હોય છે. તે કંઇ પણ કરી શકે છે. ઋષભ પંતની પાસે મોટા શૉટ રમવાની ગજબની ક્ષમતા છે. તે દરેક બૉલ પર બાઉન્ડ્રી માર શકે છે. તેને શાંત રાખવો ખુબ મુશ્કેલ કામ છે. રવિચંદ્રન અશ્વિને આ સીરીઝની સિડની ટેસ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે ઋષભ પંત સદીની નજીક હતોતો તેને શાંત કરવા માટે કોશિશ કરી, પરંતુ તેને એવુ ના કર્યુ. આ કારણે તે પોતાની સદી પુરી ના કરી શક્યો. આ પછી ભારતીય ઓફ સ્પીનર ગાબામાં રમાયેલી ચોથી ટેસ્ટનો ઉલ્લેખ કર્યો.
ગાબા ટેસ્ટમાં અમે ડ્રૉ કરવા માંગતા હતા -
રવિચંદ્રન અશ્વિને કહ્યું કે ગાબા ટેસ્ટમાં અમે ડ્રૉ માટે રમવા માંગતા હતા. અમે તે મેચનો ડ્રૉ કરી શકતા હતા, પરંતુ બધાની પાસે પોતાનો અલગ પ્લાન હતા, જ્યારે મે અજિંક્યા રહાણેને પુછ્યુ કે શું આપણે આ મેચમાં જીત માટે જવુ જોઇએ, આના જવાબમાં રાહાણેએ કહ્યું કે, ઋષભ પંત પોતાની રમત રમી રહ્યો છે, આપણે જોઇએ છીએ કે આ રમત કઇ બાજુએ જાય છે. ત્યારબાદ જ્યારે વૉશિંગટન સુંદર બેટિંગ કરવા આવ્યો અને લગભગ 20 રન બનાવ્યા તો અમારો વિચાર બદલાઇ ગયો, વૉશિંગટન સુંદરની આ 20 રનોની ઇનિંગ એકદમ ખાસ ઇનિંગ હતી. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ભારતીય ટીમે ચોથી ઇનિંગમાં 329 રનોનો પીછો કરીને ઐતિહાસિક જીત નોંધાવી હતી.
આ પણ વાંચો.....
Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત
CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે