Dawid Malan likely to miss Semi Final: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલ માટેની ચારેય ટીમો તૈયાર છે, અને ફાઇનલમાં પહોંચવા માટે રણનીતિ બનાવી રહી છે, ત્યારે ઇંગ્લિશ ટીમને ભારત સામેની સેમિ ફાઇનલ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો હતો. આગામી 10મી નવેમ્બરે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે ટક્કર થશે, પરંતુ આ પહેલા ભારત માટે રાહતના અને ઇંગ્લિશ ટીમ માટે ખરાબ સમાચાર છે, ટીમનો સ્ટાર બેટ્સમેન અને ટી20 નો હીરો ડેવિડ મલાન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ઇજા થવાના કારણે હવે તે ભારત સામેની સેમિ ફાઇનલ મેચમાંથી બહાર થઇ શકે છે. 


ડેવિડ મલાન ઇજાગ્રસ્ત, સેમિ ફાઇનલમાંથી થઇ શકે છે બહાર  - 
રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ મલાન ઇજાના કારણે ભારત સામેની 10 નવેમ્બરે એડિલેડમાં રમાનારી મહત્વની સેમિ ફાઇનલ મેચમાંથી બહાર થઇ શકે છે. જો આમ થાય છે, તો ઇંગ્લિશ ટીમને મોટો ફટકો પડી શકે છે. કેમ કે ડેવિડ મલાન ટી20 ફોર્મેટમાં શાનદાર બેટ્સમેન છે. 


શ્રીલંકા વિરુદ્ધ થયો હતો ઇજાગ્રસ્ત - 
ટી20 વર્લ્ડકપની સુપર 12 ની છેલ્લી મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. મલાન મેચની 15મી ઓવરમાં બાઉન્ડ્રી લાઇન તરફથી બૉલ રોકવા જતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બેટિંગ કરવા પણ ન હતો આવ્યો. આવામાં તેની ઇજા થોડી વધુ ગંભીર લાગી રહી છે. જો ભારત સામે ઇજા વધુ રહેશે તો ટીમમાંથી પણ બહાર થઇ શકે છે. જોકે, ઇંગ્લિશ ટીમને તેના સાજા થવાની પુરેપુરી આશા છે. 


T20 WC 2022: સેમિ ફાઇનલ મેચો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? જાણો લાઇવ ટેલિકાસ્ટ સાથેની ડિટેલ્સ
T20 WC 2022 Semifinals: આઇસીટી ટી20 વર્લ્ડકપ 2022માં શનિવારે અને રવિવારે રમાયેલી મહત્વની મેચો બાદ ચારેય સેમિ ફાઇનલલિસ્ટનુ નામ નક્કી થઇ ગયુ છે. આશા પ્રમાણે, ન્યૂઝીલેન્ડ (New Zealand) અને ભારત (India) એ તો અંતિમ ચારમાં જ્ગ્યા પહેલાથી જ બનાવી લીધી હતી, પરંતુ હવે ઇંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan) એ પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે આ ચારમાં પાકિસ્તાનની એન્ટ્રી બધાને ચોંકાવનારી છે, કેમ કે નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને કરો યા મરોની મેચમાં જબરદસ્ત હાર આપી અને પાકિસ્તાની ઓટોમેટિકલી સેમિ ફાઇનલમાં પહોંચી ગયુ, કોઇને પણ આશા ન હતી કે પાકિસ્તાન આ રીતે પહોંચી જશે. જાણો સેમિ ફાઇનલ અંગેની ડિટેલ્સ.  


ક્યારે ને ક્યાં રમાશે સેમિ ફાઇનલ મેચો ?
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની મેચ 9 નવેમ્બર (બુધવારે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઇનલ મેચ 10 નવેમ્બરે (ગુરુવાર) બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચ એડિલેડના મેદાનમાં રમાશે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખતા બન્ને મેચોમાં રિઝર્વ ડે ઉપલબ્ધ રહેશે. એટલે કે જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમા મેચનુ પરિણામ નહીં, તો આગામી દિવસે મેચ પુરી કરવામાં આવશે. 


ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ અને સ્ટ્રીમિંગ ?
ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર સેમિ ફાઇનલની મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.