Eoin Morgan Retirement: ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મોર્ગને તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. 35 વર્ષીય મોર્ગને તેની કારકિર્દી દરમિયાન 248 વનડે અને 16 ટેસ્ટ મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 14 સદી અને 47 અડધી સદી ફટકારી છે. મોર્ગન ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી છે. 



મોર્ગન ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે. તેણે ઓગસ્ટ 2006માં તેની પ્રથમ ODI મેચ રમી હતી. આ મેચ સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. તેણે આયર્લેન્ડ તરફથી રમતા વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ પછી મોર્ગન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ભાગ બન્યો. આ અનુભવી ખેલાડીએ ઈંગ્લેન્ડ તરફથી રમતી વખતે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ મેચ જૂન 2009માં રમાઈ હતી. જો ટેસ્ટ ડેબ્યૂની વાત કરીએ તો મોર્ગને 2010માં ડેબ્યૂ કર્યું હતું.


મોર્ગનની ODI અને T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે.   ઈયાન મોર્ગને 248 વન-ડેમાં 7701 રન બનાવ્યા છે. આ દરમિયાન મોર્ગને 14 સદી અને 47 અડધી સદી ફટકારી હતી. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 148 રન છે. મોર્ગને 115 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2458 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 અડધી સદી ફટકારી છે. મોર્ગનનો સર્વશ્રેષ્ઠ T-20 સ્કોર 91 રન છે. તેણે 16 ટેસ્ટ મેચ પણ રમી છે જેમાં તેણે 700 રન બનાવ્યા છે. મોર્ગને ટેસ્ટ મેચમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.


આ પણ વાંચોઃ


Gujarat Weather: ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, આ બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ


Covid-19: દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કેંદ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, જાણો શું આપ્યા આદેશ


Mukesh Ambani Resigns: મુકેશ અંબાણીએ રિલાયન્સ Jioના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ બન્યું નવા ચેરમેન