નાગારાજુ એમબીએ પાસ છે અને આંધ્ર પ્રદેશ માટે 2014થી 2016માં રણજી ટ્રોફી મેચમાં રમી ચૂક્યો છે. શ્રીકાકુલમ જિલ્લાથી આવનાર આ યુવા ક્રિકેટરને 2018થી 2020ની વચ્ચે 10 કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની 9 અન્ય કેસમા ધરપકડ કરવામાં આવી છે, જે હોસ્પિટલ, રિયલ એસ્ટેટ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી નોંધાવવામાં આવી હતી.
હૈદ્રાબાદ પોલિસ કમુશ્નર અંજની કુમારે પ્રેસને જણાવ્યું કે, આરોપી કોર્પોરેટ કંપનીઓ અને સંસ્થાઓના ગૂગલથી ફોન નંબર લઈને ફોન કરતો હતો. ખુદને મંત્રી કેટી રામા રાવનો પર્સનલ સેક્રેટરી ભંડારી તિરૂપતિ ગણાવતો હતો. તે કહેતો હતો કે મંત્રી તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે.
પોલીસ અનુસાર આરોપી ક્રિકેટર એલબી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ માટે કંપનીઓ પાસે રૂપિયાની માગ કરતો હતો. તે કહેતો હતે કે આ રૂપિયાથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેખબર આપવામાં આવશે અને હોર્ડિંગ્સ લગાવવામાં આવશે. તેણે આ 9 કોર્પોરેટ કંપનીઓ પાસેથી 39,22,400 રૂપિયાનો ફ્રોડ કર્યો હતો. પોલીસે આરોપીનો ફોન અને તેની પાસેથી 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
પોલીસે જણાવ્યું કે, આંધ્ર પ્રદેશ તરફથી ક્રિકેટ રમતા સમયે તેને લક્ઝુરીયર જીવન જીવવાની આદત પડી ગઈ હતી. પરંતુ ટીમમાંથી બહાર થયા બાદ તેની પાસે રૂપિયા ન હતા અને બાદમાં તે ફ્રોડ કરવા લાગ્યો. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં નોંધાયેલ 10 કેસમાં જેલ ગયેલ નાગારાજૂ હાલમાં જામીન પર હતો.