ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા દ્વારા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાની જાણકારી આપી હતી. તેણે લખ્યું કે, મેં નિર્ણય હૃદયપૂર્વક લીધો છે. જીવનમાં નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે.
ડુપ્લેસિસે 69 ટેસ્ટમાં 40ની સરેરાશથી 4163 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે.
ટેસ્ટ ક્રિકેટમાં 199 રને આઉટ થનારા ખેલાડીઓના લિસ્ટમાં પાકિસ્તાનના મુદસ્સર નજર, ભારતના મોહમ્મદ અઝહરુદ્દીન, ઓસ્ટ્રેલિયાના મેથ્યુ ઇલિયટ, શ્રીલંકાના સનથ જયસૂર્યા, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો, શ્રીલંકાના સનથ જયસૂર્યા, ઈંગ્લેન્ડના ઈયાન બેલ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ભારતના કેએલ રાહુલ, દક્ષિણ આફ્રિકાના ડિન એલ્ગરનો સમાવેશ થાય છે.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">