ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે એમ્પાયર નિતિન મેનનના એક ડિસીઝન પર નારાજગી દર્શાવી હતી અને તેમની સાથે ઘર્ષણ કરવા લાગ્યો હતો. મેદાન પર ખાસ્સી વાર સુધી વિરાટે એમ્પાયર સાથે દલીલો કરી હતી, આ ઘટના રૂટના આઉટ ના આપવાના કારણે ઉભી થઇ અને વિરાટ એમ્પ્યાર પર ગુસ્સે થઇ ગયો હતો. વિરાટની આ ભૂલના કારણે હવે ત્રીજી ટેસ્ટ રમવા માટે તેના પર બેન લાગી શકે છે.
આઇસીસીના નિયમ પ્રમાણે એમ્પાયરના ફેંસલા પર નારાજગી દર્શાવવાના કારણે ખેલાડી પર લેવલ 1 કે લેવલ 2નો ચાર્જ લાગી શકે છે. આ ચાર્જના કારણે ખેલાડીને 1 થી 4ની વચ્ચે જ ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવે છે. જો કોઇ ખેલાડીને 24 મહિનાના અંતરાલમાં ચાર ડિમેરિટ પૉઇન્ટ મળે છે તો તેના પર એક ટેસ્ટ કે બે વનડે મેચોનો પ્રતિબંધ લગાવવામાં આવે છે.