IND vs SA T20: ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T-20 સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0થી પાછળ છે. પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની બોલિંગ ઘણી નબળી સાબિત થઈ હતી, તેથી બીજી મેચમાં બોલિંગ લાઈન-અપમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. જો કે આવી સ્થિતિમાં પણ ટીમ ઈન્ડિયાના એક ઘાતક બોલરને પુરી સિરીઝમાં ટીમમાંથી બહાર બેસવું પડી શકે છે.
આ બોલરને નહીં મળે મોકો!
આઈપીએલમાં ધૂમ મચાવનાર ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલર ઉમરાન મલિકની સાઉથ આફ્રિકા સામેની 5 મેચની T20 સીરીઝ માટે પહેલીવાર ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઉમરાન હાલમાં વિશ્વનો સૌથી ઝડપી બોલર છે. પરંતુ તેને આખી સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની બહાર બેસવું પડી શકે છે. નોંધનિય છે કે, કોચ રાહુલ દ્રવિડ પોતે પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે ઉમરાને ટીમમાં રમવા માટે થોડી રાહ જોવી પડશે. પ્રથમ મેચ પહેલા દ્રવિડે ઉમરાન અંગે નિવેદન આપ્યું હતું. આવી સ્થિતિમાં, આ ખેલાડીને આખી સિરીઝમાં રમવા ન મળે તેવા સંજોગો છે.
IPLમાં વર્તાવ્યો હતો કહેર
ઉમરાન મલિક IPL 2022થી હેડલાઈનમાં છે. ખાસ કરીને 150થી ઉપર સતત બોલિંગ કરવાની તેની ક્ષમતાએ બધાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે. તેમણે IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલિંગ ઉમરાન મલિકની સૌથી મોટી તાકાત છે. ઉમરાન IPLમાં ભારત માટે સૌથી ઝડપી બોલર બન્યો હતો. ઉમરાનની ખતરનાક રમત જોઈને તેને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ કારણે તેને ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદગીની તક પણ મળી.
પ્રથમ ટી20માં નહોતી મળી જગ્યા
તમને જણાવી દઈએ કે ઉમરાન મલિકને પ્રથમ ટી20 મેચમાં પણ પ્લેઈંગ 11માં જગ્યા આપવામાં આવી ન હતી. તેના બદલે સિવાય હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને અવેશ ખાન જેવા ફાસ્ટ બોલરોને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તો બીજી તરફ, કેપ્ટન પંતે યુઝવેન્દ્ર ચહલને સ્પિનર તરીકે સામેલ કર્યો હતો. ટીમ ઈન્ડિયા રવિવારે બીજી T20માં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.