Fastest 50 T20 WC: T20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો છે. આ મેચમાં માર્કસ સ્ટોઇનિસે 18 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ બનેલા સ્ટોઈનીસે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને મેચને સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયા તરફ વાળી દીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે ટી20માં આ સૌથી ઝડપી ફિફ્ટી છે. જો કે, સ્ટોઈનીસ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. તમને જણાવી દઈએ કે, ટી20માં સૌથી ઝડપી ફિફટી ફટકરાવાનો રેકોર્ડ ભારતના ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહના નામે છે. યુવરાજે 2007ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલ ફિફ્ટી ફટકારી હતી. તે રેકોર્ડ આજે પણ અતૂટ છે.


 






ટી20 વિશ્વમાં સૌથી ઝડપી ફિફ્ટી 



  • યુવરાજ 12 બોલ

  • સ્ટોઈનીસ 17 બોલ

  • સ્ટીફન 17 બોલ

  • મેક્સવેલ 18

  • સોહેબ મલિક 18 બોલ

  • કેએલ રાહુલ 18 બોલ


સ્ટોઈનિસે બાજી પલટી


 ટી20 વર્લ્ડ કપ 2022માં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો સામ સામે હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ પર્થમાં રમાઈ રહી હતી. ટી20 વર્લ્ડ કપ 2022ની આ મેચમાં ઓસ્ટ્રલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધું છે. માર્કસ સ્ટોઇનિસે 18 બોલમાં 59 રન બનાવીને બાજી પલટી નાખી હતી. આ ઈનિંગમાં તેમણે 4 ફોર અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 157 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસાંકાએ 40 રન બનાવ્યા હતા. આ સિવાય ધનંજય ડી સિલ્વાએ 23 બોલમાં 26 રન અને ચરિથ અસાલંકાએ 25 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા.


શ્રીલંકાનો મિડલ ઓર્ડર ફ્લોપ


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ હતી. કુશલ મેંડિસ 5 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો ત્યારે શ્રીલંકાનો સ્કોર 6 રન હતો. જે બાદ બીજી વિકેટ માટે નિસાંકા (45 બોલમાં 40 રન) અને ધનંજય ડી સિલ્વા (23 બોલમાં 26 રન)એ 69 રન જોડ્યા હતા. ભાનુકા રાજપક્ષે 7 રન, દાસુન શનાકા 3 રન અને વાસીંદુ હસરંગા 1 રન બનાવી આઉટ થતાં શ્રીલંકાનો સ્કોર 17.3 ઓવરમાં 6 વિકેટ પર 120 રન થઈ ગયો હતો. ચરિતાર્થ અસલંકા 25 બોલમાં 38 રન અને ચામીકા કરૂણારત્ને 7 બોલમાં 14 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટોન અગર અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી હતી.


મેચ પહેલા ઓસ્ટ્રેેલિયાનો સ્પિનર કોવિડ પોઝિટિવ