Fastest Centuries in T20I: ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણીમાં અભિષેક શર્માને ડેબ્યૂ કરવાની તક મળી હતી. કમનસીબે, પ્રથમ મેચમાં અભિષેક શર્મા શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો.  પરંતુ તેની કારકિર્દીની બીજી મેચમાં તેણે સદી ફટકારી છે.  IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા અભિષેક શર્માએ માત્ર 46 બોલમાં પોતાની સદી પૂરી કરીને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. તમને જણાવી દઈએ કે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓમાં બે ખેલાડી અભિષેક શર્માથી ઉપર છે. 


સૌથી ઝડપી સદીઓની યાદી


ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (35 બોલ)- આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી રોહિત શર્મા છે. વર્ષ 2017માં તેણે શ્રીલંકા સામેની મેચમાં માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે મેચમાં રોહિતે કેએલ રાહુલ સાથે 165 રનની ઓપનિંગ ભાગીદારી પણ કરી હતી. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 12 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 88 રને જીતી લીધી હતી. રોહિત વિશ્વમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ચોથા સ્થાને છે.


સૂર્યકુમાર યાદવ (45 બોલ) – ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી સૂર્યકુમાર યાદવ છે. તેણે 2023માં શ્રીલંકા સામેની મેચમાં 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં સૂર્યકુમારે 51 બોલમાં 112 રન બનાવ્યા બાદ અણનમ પરત ફર્યો હતો અને આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ વખતે ભારતે શ્રીલંકાને 91 રનથી હરાવ્યું હતું.


અભિષેક શર્મા/કેએલ રાહુલ (46 બોલ)- T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં અભિષેક શર્મા અને કેએલ રાહુલ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. રાહુલે 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 46 બોલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 12 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે 2024માં ઝિમ્બાબ્વે સામે અભિષેક શર્માએ પણ 46 બોલ રમીને પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા હતા. ભારતે આ મેચ 100 રને જીતી લીધી હતી.


35 બોલ- રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા (2017)


45 બોલ- સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ શ્રીલંકા (2023)


46 બોલ- કેએલ રાહુલ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (2016)


46 બોલ- અભિષેક શર્મા વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2024)