શ્રીધરે આ બધાની વચ્ચે યોર્કર મેન બૉલર ટી નટરાજનનો એક ખાસ કિસ્સો સંભળાવ્યો. શ્રીધરે કહ્યું કે, ટી નટરાજન એક નેટ બૉલર તરીકે સામેલ થયો હતો, પરંતુ જ્યારે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા લાગ્યા ત્યારે નટરાજનને અચાનક ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં સામેલ કરાયો હતો.
(ફાઇલ તસવીર)
શ્રીધરે કહ્યું જ્યારે ટીમમાં નટરાજનને સામેલ કરાયો ત્યારે તેની પાસે પોતાનુ બેટ ન હતુ, અને પેડ પણ ન હતા, તેની પાસે પોતાના બૉલિંગ સ્પિકર્સ અને ટ્રેનર્સ જ હતો, કેમકે તે નેટ બૉલર તરીકે સાથે આવ્યો હતો. તેને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેને વૉશિંગટન સુંદર અને અશ્વિન પાસેથી તેને બેટ અને પેડ ઉધાર લીધા હતા. કૉચે કહ્યું તે કોઇ સામાન્ય નેટ બૉલર ન હતો, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કૉચ નિક વેબ અને ટ્રેનર સોહમે અમારા તમામ નેટ બોલરો માટે યોજના બનાવી હતી, અને ડ્રેસિંગ રૂમનો એક અભિન્ને ભાગ હતા.
પરત ફર્યા બાદ થયુ જોરદાર સ્વાગત
ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ધૂળ ચટાડ્યા બાદ વતનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત થયુ, તેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ટી નટરાજનને તેના ગામ તમિલનાડુના ચિન્નાપામપટ્ટી પહોંચવા પર તેનુ પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ પહોંચતાની સાથેજ લોકોએ તેને ફૂલહાર પહેરાવી અને રથમાં બેસાડીને રસ્તા પર તેની યાત્રા કાઢી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા અને તેનું સ્વાગત કર્યું હતું.
નટરાજન જ્યારે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે, ઓસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે આ રીતે સ્વાગત થશે.