IND vs SA head to head: આઈપીએલ 2022ની પૂર્ણાહુતિ બાદ હવે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ રમાશે. આ સીરીઝની પહેલી મેચ જીતતાં જ ભારતીય ચીમ ઈતિહાસ રચશે. ભારતીય ટીમ અત્યાર સુધી સતત 12 T20 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સામેની પહેલી મેચ જીતશે તો આપણી ટીમ સતત 13 મી જીત મેળવશે. આ સાથે જ ભારત ઈતિહાસમાં સૌથી વધુ સતત T20 મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.


જાણો કઈ ટીમ છે મજબૂતઃ
આ સીરીઝની પહેલાં દક્ષિણ આફ્રીકાનું પલડું ભારે છે. ભારતે દક્ષિણ આફ્રીકા સામે પહેલાં ક્યારેય ઘર-આંગણે T20 સીરીઝ જીતી નથી. બંને દેશો વચ્ચે પહેલી વખત 5 મેચોની T20 સીરીઝ રમાઈ રહી છે. આ પહેલાં બે વખત દક્ષિણ આફ્રીકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. પરંતુ બંને વખત ભારત સીરીઝ નથી જીતી શક્યું. હવે ત્રીજી વખત દક્ષિણ આફ્રીકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. એવામાં ભારત પાસે દક્ષિણ આફ્રીકા સામે પહેલી વખથ ઘર-આંગણે ટી20 સીરીઝ જીતવાની તક છે.


દક્ષિણ આફ્રીકાનો ભારત પ્રવાસઃ
પહેલો ટી20 પ્રવાસઃ- 2015-16ના વર્ષે દક્ષિણ આફ્રીકા ભારતના પ્રવાસે આવ્યું હતું અને 3 મેચોની ટી20 સીરીઝ રમાઈ હતી. આ સીરીઝ દ. આફ્રીકાએ 2-0થી જીતી લીધી હતી.
બીજો ટી20 પ્રવાસઃ- દક્ષિણ આફ્રીકા બીજી વખત વર્ષ 2019-20માં ભારતના પ્રવાસે આવ્યું હતું અને ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઈ હતી. આ સીરીઝ 1-1ની બરાબરી પર પૂર્ણ થઈ હતી.


T20 સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી
બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક
ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ
પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર