ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પને ટોસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો નિર્ણય ત્યારે ખોટો સાબિત થયો જ્યારે બર્ન્સ શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ વેડે 30 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની ઇિંગને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પણ મોટો શોટ ફટકારવાના ચક્કરમાં અશ્વિનની બોલિંગમાં કેચ આઉટ થઈ ગયો.
સ્મિથે પણ આ મેચમાં નિરાશ કર્યા. સ્ટીવ સ્મિથે ઝીરો રન બનાવીને અશ્વિની બોલિંગમાં આઉટ થયો. સ્મિથને આશ્વિને શોર્ટ ફાઇન લેગ પર પુજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે સ્ટીવ સ્મિથ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો.
જ્યારે આર અશ્વિનની વાત કરીએ તો તે સ્મિથને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઇનિંગમાં શૂન્ય પર આઉટ કરનાર પ્રથમ બોલર બની ગોય છે. આ પહેલા સ્મિથ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય પ્રથમ ઇનિંગમાં ઝીરો પર આઉટ થયો ન હતો.
તમારી જાણકારી માટે જણાવીએ કે ત્રણ મેચની વનડે સીરીઝમાં બે સેન્ચુરી મારનાર સ્મિથ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી માત્ર એક જ રન બનાવી શક્યો છે. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તે 29 બોલરમાં માત્ર એક જ રન બનાવી શક્યો હતો. જ્યારે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તે આઠ બોલમાં શૂન્ય પર આઉટ થયો હતો. બન્ને વખતે અશ્વિને જ તેને આઉટ કર્યો હતો.