ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પને ટોસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો નિર્ણય ત્યારે ખોટો સાબિત થયો જ્યારે બર્ન્સ શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ વેડે 30 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની ઇિંગને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પણ મોટો શોટ ફટકારવાના ચક્કરમાં અશ્વિનની બોલિંગમાં કેચ આઉટ થઈ ગયો.
સ્મિથે પણ આ મેચમાં નિરાશ કર્યા. સ્ટીવ સ્મિથે ઝીરો રન બનાવીને અશ્વિની બોલિંગમાં આઉટ થયો. 2016 બાદ આ પ્રથમ વખત છે જ્યારે સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો.
ઓસ્ટ્રેલિયાની ટીમે અંતિમ સેશનમાં પાંચ વિકેટ ગુમાવી. ભારત તરફથી બુમરાહે ચાર, અશ્વિને ત્રણ, સિરાજે બે અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા તરફતી આ ઇનિંગમાં સૌથી વધારે રન લાબુશેને બનાવ્યા. લાબુશેને જોકે 48 રન જ બનાવી શક્યો અને સિરાજે હાફ સેન્ચુરી પૂરી કરવાની તક ન આપી. ઉપરાંત હેડે 38 રનની ઇનિંગ રમી. આ બન્ને ખેલાડીઓની વચ્ચે ચોથી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ.
ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરુન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. સંજોગની વાત છે કે ગિલનો પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો હતો. ગ્રીનને સિરાજે એલબીડબ્લ્યુ કર્યો.