ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 7 વર્ષના લાંબા સમયગાળા બાદ રમાશે, તેથી ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાનાર મેચથી કરશે. આ પહેલા ICC એ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 8 ટીમોમાંથી તે 5 ખેલાડીઓની પસંદગી કરી છે, જેઓ આ ટૂર્નામેન્ટમાં ખૂબ રન બનાવી શકે છે. આમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ભારતીય રોહિત શર્મા કે વિરાટ કોહલી નથી.






ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટોપ-5 બેટ્સમેનોની પસંદગી કરી


પાકિસ્તાનના સ્ટાર ઓપનર ફખર ઝમાન એ પાંચ બેટ્સમેનોમાં સામેલ છે જેમની પાસેથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ચમકવાની અપેક્ષા રાખે છે. ફખર ઝમાન તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. ફખર ઝમાને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી 85 વન-ડે મેચ રમી છે અને 46.50ની એવરેજથી 3627 રન બનાવ્યા છે, જેમાં તેણે 11 સદી પણ ફટકારી છે.


આ 5 ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલનું નામ પણ સામેલ છે. ડેરિલ મિશેલ એશિયન કંડિશન્સમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં પણ તેણે 69ની એવરેજથી 552 રન બનાવ્યા હતા. પાકિસ્તાનમાં તેણે 51.70ની એવરેજથી 517 રન બનાવ્યા છે.


આ ભારતીય ખેલાડીને સ્થાન મળ્યું છે


ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર આ ટોપ 5 બેટ્સમેનોમાં સામેલ છે. શ્રેય મિડલ ઓર્ડરમાં આક્રમક બેટિંગ માટે જાણીતો છે. શ્રેયસ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય બેટિંગ માટે મહત્વનો ખેલાડી હશે. શ્રેયસ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝની ત્રણ મેચમાં 123.12ની સ્ટ્રાઈક રેટથી 181 રન કર્યા હતા.


આ સિવાય દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને ઈંગ્લેન્ડના બેન ડકેટ પણ આ 5 ખેલાડીઓમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. હેનરિક ક્લાસેન અને બેન ડકેટ તાજેતરમાં ખૂબ સારા ફોર્મમાં છે, જે કોઈપણ વિરોધી ટીમ માટે સારા સંકેત નથી. આ બંને ખેલાડીઓ તેમની તોફાની બેટિંગ માટે પણ જાણીતા છે.


ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી લાઈવ જોવી હોય તો Jiostar લેશે આટલા પૈસા; જાણો સૌથી સસ્તો સબ્સ્ક્રિપ્શન પ્લાન શું છે