બીએમસી નગર આયુક્ત ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું કે ખેલાડીઓને સાત દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ભારતે મંગળવારે બ્રિસ્બેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હકાવી સીરીઝ 2-1થી જીતી. રહાણે, શાસ્ત્રી, રોહિત, શાર્દૂલ અને શો મુંબઈ પહોંચતા મુંબઈ ક્રિકેટ સંઘના અધિકારીઓએ સ્વાગત કર્યું. રહાણેની ટીમના જીતના જશ્ન માટે કેક પણ કાપવામાં આવી હતી.
અંજ્કિય રહાણે (Ajinkya rahane)ની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના સભ્યો ગુરૂવારે સ્વદેશ પહોંચી ગયા છે. રહાણે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો મુંબઈ પહોંચ્યા. બ્રિસબેન ટેસ્ટનો હીરો રિષભ પંત દિલ્હી પહોંચ્યો હતો.