હિલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમ કમિટમેંટ વગર રમી હતી. તેમણે આક્રમક વલણ નહોતું દાખવ્યું નહોતું. આપણી ફિલ્ડિંગ નિરાશાનજક હતી. મેં સિડની અને બ્રિસ્બેનમાં પેનની રમત જોઈ. તેનું વિકેટકિપિંગ નાથન લાયન સામે કામ નહોતું કરતું. તેની કેપ્ટનશિપ પણ બરાબર નહોતી.
આ સિવાય તેણે કહ્યું, વાઇસ કેપ્ટન શું કરી રહ્યો હતો. પેટ કમિંસ મેદાન પર તેને કેમ કોઇ સૂચન આપતો નહોતો. ઓસ્ટ્રેલિયન ટીમ ખરાબ પણ નહોતી પરંતુ ખેલાડીઓનું વલણ ઢીલું હતું. કોચિંગ સ્ટાફ અને સીનિયર ખેલાડીઓએ અપેક્ષા મુજબનો દેખાવ કેમ ન કરી શક્યા તેનું મનોમંથન કરવાની જરૂર છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતનો હવે આગામી મહિને ટેસ્ટમાં મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ગઈકાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના બે ધૂરંધર ક્રિકેટરનો ફરી સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો હતો. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં હિસ્સો રહેલા મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.