નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાત જાન્યુઆરીથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા નવી મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. ખરેખર, બાયો-સિક્યુરિટી પ્રોટોકોલના નિયમો તોડવાના કારણે ભારતીય ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા સહિત કુલ પાંચ ખેલાડીઓને ટીમથી અલગ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા, પૃથ્વી શો, ઋષભ પંત, શુભમન ગિલ અને નવદીપ સૈનીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બાયો-સિક્યુરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. આ પછી, આ ખેલાડીઓ બંને ટીમોના બાકીના ખેલાડીઓથી અલગ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમને બંને ટીમોના અન્ય ખેલાડીઓને મળવા દેવામાં આવશે નહીં. જો કે, તેઓ આ સમય દરમિયાન પ્રેક્ટિસ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણી બાયો-બબલમાં રમવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, બંને ટીમોના ખેલાડીઓને બાયો-બબલની બહાર જવાની મંજૂરી નથી. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આ કાર્યવાહી પહેલા ભારતના ક્રિકેટ બોર્ડના નિયંત્રણના મામલે પણ તપાસના આદેશ આપ્યા છે.

ભારતીય ખેલાડીઓ રેસ્ટોરંટમાં બહાર બેસીને જમતા નજરે પડ્યા હતા. મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ એક હોટલમાં જમવા ગયા હતા. આ હોટલમાં એક ફેને 6683 રૂપિયા (118.69 ડોલર)નું બિલ ચૂકવ્યું હતું. જે બાદ રિષભ પંત ક્રિકેટ ફેનને ભેટ્યો હતો.