Senior Players: ટીમ ઇન્ડિયા આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં હાર ત્યારબાદથી એક ચર્ચાએ ખુબ જોર પકડ્યુ છે, અને તે છે સીનિયર ખેલાડીઓનું ખરાબ ફોર્મ, આ વખતે ટીમ સીનિયર ખેલાડીઓથી ભરેલી હતી, છતાં નૉકઆઉટમાં બહાર થઇ. હવે તમામ ફેન્સ અને દિગ્ગજો ટીમમાં મોટા ફેરફાર કરવાની સલાહ આપી રહ્યાં છે, જો આમ થશે તો આગામી વર્લ્ડકપ સુધી ટીમ ઇન્ડિયામાંથી મોટાભાગના સીનિયરોને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. જાણો આ વર્લ્ડકપમાં કયા સીનિયરો રહ્યાં છે એકદમ ફ્લૉપ.... 

Continues below advertisement


ટીમ ઇન્ડિયા સોશ્યલ મીડિયા પર થઇ ટાર્ગેટ - 
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમનો સફર પુરો થઇ ગયો છે, હવે દિગ્ગજો અને ટીમ મેનેજમેન્ટ આના પર ચર્ચા કરી રહી છે કે ભારતીય ટીમને કઇ ભૂલો ભારે પડી, એટલુ જ નહીં સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ફેન્સ પણ ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડાશ કાઢી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે એક રિપોર્ટનુ માનીએ તો આગામી વર્લ્ડકપમાં આમાંથી મોટાભાગના સીનિયરોને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ લિસ્ટમાં 7-8 સીનિયરો સામેલ છે. 


આ સીનિયરો રહ્યાં છે ફેઇલ, કપાઇ જશે પત્તુ -
કેટલાક રિપોર્ટ્સનુ માનીએ તો ટીમ ઇન્ડિયામાંથી હવે સીનિયરોની બાદબાદી થઇ શકે છે. આ ટી20 વર્લ્ડકપ 2022માં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન રોહિત શર્માનુ નામ આ લિસ્ટમાં પહેલા નંબર પર છે, આ પછી દિનેશ કાર્તિકનુ છે જે એકદમ ખરાબ રીતે ફ્લૉપ રહ્યો છે, અને ફિનિશરની ભૂમિકામાં યોગ્ય રીતે કામ નથી કરી શક્યો. 


રિપોર્ટ પ્રમાણે આ લિસ્ટમાં સ્ટાર સ્પીનર અને અભુનવી સ્પીનર રવિચંદ્નન અશ્વિન અને ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીનુ નામ પણ સામેલ છે, એટલુ જ નહીં રોહિતની સાથે વારંવાર ઓપનિંગમાં ફેઇલ જતા કેએલ રાહુલનુ પણ નામ સામેલ છે. કેએલ રાહુલે નાની ટીમો સામે જ રન ફટકાર્યા છે, જોકે, મોટી ટીમો સામે તે રન બનાવવામાં સતત નિષ્ફળ રહ્યો છે. 


ખાસ વાત છે કે, આ ટી20 વર્લ્ડકપ 2022માં સીનીયરોમાં બે ખેલાડીનુ પરફોર્મન્સ સારુ રહ્યુ છે, જેમાં પહેલા નંબર વિરાટ કોહલી છે અને બાદમાં ભુવનેશ્વર કુમાર છે. વિરાટે આ ટી20 વર્લ્ડકપમાં ખુબ રન ફટાકાર્યા છે, જ્યારે ભુવનેશ્વરે તમામ ટીમો સામે સારી બૉલિંગ કરી છે, જોકે, આગામી ટી20 વર્લ્ડકપ સુધી કયા ખેલાડીઓ ટીમમાં સ્થાન જાળવી શકશે તે અંગે હજુ વાત સ્પષ્ટ થઇ શકી નથી. 


વારંવાર ફાઇનલ-સેમિ ફાઇનલ હારી જાય છે ટીમ ઇન્ડિયા, જાણો રેકોર્ડ -
ખરેખરમાં, આ કોઇ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે નૉકઆઉટ મેચ હોય અને ટીમ ઇન્ડિયા હારી ગઇ હોય. આ પહેલા વર્ષ 2014 T20 વર્લ્ડકપ ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યુ હતુ, આ પછી વનડે વર્લ્ડકપ 2015, ટી20 વર્લ્ડકપ 2016, આઇસીસી ચેમ્પીયન્સ ટ્રૉફી 2017, વનડે વર્લ્ડકપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની નૉકઆઉટ મેચોમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વળી, હવે T20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પણ ઇંગ્લેન્ડના હાથે માત મળી છે. ટીમ ઇન્ડિયા અનેકવાર આવા સમયમાંથી પસાર થઇ ચૂકી છે.