Virender Sehwag on Senior Players: ટીમ ઇન્ડિયાની સેમિ ફાઇનલ મેચમાં હાર બાદ મોટાભાગના ખેલાડીઓ, દિગ્ગજો અને ફેન્સ ભારતીય ટીમને ટાર્ગેટ કરી રહ્યાં છે, હવે આ કડીમાં તો સહેવાગનુ નામ પણ જોડાઇ ગયુ છે, ટીમ ઇન્ડિયાના પૂર્વ ઘાકડ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) નું માનવુ છે કે, આગામી ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં પણ જો આ ટીમ ઉતરશે તો આ જ એપ્રૉચ રહેશે, અને આ રીતે જ રમશે અને પરિણામ તમામને ખબર છે.


સહેવાગનુ કહેવુ છે કે, આગામી ટી20 વર્લ્ડકપ માટે ટીમમાં મોટા ફેરફારો થવા જોઇએ, સહેવાગે કહ્યું કે, સીનિયરોને હવે ઘર ભેગા કરો અને યુવાઓને ચાન્સ આપો. કેમ કે યુવાઓ આ રમતને સારી રીતે રમશે. 


ક્રિકબજ સાથે વાતચીત કરતાં સહેવાગે કહ્યું કે, - હું માઇન્ડસેટ અને બાકીની વસ્તુઓની વાત તો નહીં કરુ, પરંતુ આ ટીમમાં કેટલાક મોટા ફેરફારો જરૂર ઇચ્છીશ. હું કેટલાક ચહેરા આગામી ટી20 વર્લ્ડકપમાં બિલકુલ નથી જોવા માંગતો. ટી20 વર્લ્ડકપ 2007માં આપણે જોયુ હતુ કે, દિગ્ગજો આ વર્લ્ડકપમાં ન હતા રમ્યા, યુવાઓની એક ટોળી ગઇ હતી, અને જેની કોઇને આશા પણ ન હતી, હું ઇચ્છીશ કે આગામી વર્લ્ડકપમાં પણ આ રીતે જ નવી યુવાઓની એક ટોળી જાય. 


સહેવાગે કહ્યું કે, હું આગામી ટી20 વર્લ્ડકપમાં એવા સીનિયરોને નથી જોવા માંગતો, પસંદગીકારો પણ પ્રકારનો કોઇ ફેંસલો લેશે, પરંતુ સમસ્યાએ છે કે, શું આગામી વર્લ્ડકપ સુધી આ સિલેક્ટર્સ રહેશે ? ત્યારે નવી સિલેક્શન પેનલ હશે, નવુ મેનેજમેન્ટ હશે, નવો એપ્રૉચ હશે તો શું તે ફેરફાર કરશે ? પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, જો આગામી વર્લ્ડકમાં પણ આ જ ટીમ આ જ એપ્રૉચ સાથે ઉતરશે તો પરિણામ પણ આ જ રહેશે.


IND vs ENG 2022: વારંવાર ફાઇનલ-સેમિ ફાઇનલ કેમ હારી જાય છે ટીમ ઇન્ડિયા, જાણો ક્યારે ક્યારે હારી ?
જુનો છે આ સિલસિલો - 
ખરેખરમાં, આ કોઇ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે નૉકઆઉટ મેચ હોય અને ટીમ ઇન્ડિયા હારી ગઇ હોય. આ પહેલા વર્ષ 2014 T20 વર્લ્ડકપ ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યુ હતુ, આ પછી વનડે વર્લ્ડકપ 2015, ટી20 વર્લ્ડકપ 2016, આઇસીસી ચેમ્પીયન્સ ટ્રૉફી 2017, વનડે વર્લ્ડકપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની નૉકઆઉટ મેચોમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વળી, હવે T20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પણ ઇંગ્લેન્ડના હાથે માત મળી છે. ટીમ ઇન્ડિયા અનેકવાર આવા સમયમાંથી પસાર થઇ ચૂકી છે. 


દબાણ નથી ઝીલી શકતી ટીમ ઇન્ડિયા ?
ખરેખરમા, સોશ્યલ મીડિયા પર કેટલાય ફેન્સ સવાલો કરી રહ્યાં છે, કે શું ટીમ ઇન્ડિયા નૉકઆઉટ મેચમાં દબાણ નથી ઝીલી શકતી. ભારતીય ખેલાડીઓ મહત્વની મેચોમાં જ દબાણ આગળ ઘૂંટણી ટેકી દેતા હોય છે. જોકે, આનો જવાબ હાલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પાસે નથી, કે દિગ્ગજો કે પછી ટીમ મેનેજમેન્ટ પાસે પણ નથી.