Australian cricketers: દક્ષિણ આફ્રિકા સામે ઘર-આંગણે ટી20 સીરીઝ રમ્યા બાદ હવે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. આ પ્રવાસ દરમિયા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ, 3 ટી20 અને 3 વનડે મેચોની સીરીઝ રમાશે. આ સીરીઝ રમીને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપની તૈયારી કરી રહી છે. સાથે જ એ ખેલાડીઓને અજમાવી રહી છે જે ટી20 સ્ક્વોડનો ભાગ હશે. આ પ્રવાસ દરમિયાનની મેચોમાં મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરનું સ્થાન નક્કી હોવાનું મનાઈ રહ્યું છે.


મદન લાલે કહી આ વાતઃ
જો કે, પૂર્વ ભારતીય ખેલાડી મદન લાલનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયામાં શ્રેયસને તકલીફ થઈ શકે છે. તેમણે અય્યરની બેટિંગ વિશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જો તમારી કોઈ નબળાઈ છે તો વિરોધી (પ્રતિસ્પર્ધી ટીમ) તમારી પાછળ પડી જશે. તે તમારી સામે શોર્ટ બોલ જ ફેંકશે જેની સામે તમારે ટકવું પડશે. તમે ભલે સદી ફટકારી દો, તેઓ તમારા માટે તાળીઓ પણ વગાડશે પરંતુ છોડશે નહી. ત્યાં કોઈ દયા નહી મળે. મદનલાલે વધુમાં કહ્યું કે, વર્તમાનમાં એવી ટેક્નીક ઉપલબ્ધ છે જેમાં ટીમ મેનેજમેન્ટ તમારી પરેશાનીને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સ્થિતિમાં તમારે તૈયારીઓમાં લાગી જવું જોઈએ.


ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફેલ રહ્યોઃ
જણાવી દઈએ કે, ભારતીય ટીમના મિડલ ઓર્ડરના મહત્વના ખેલાડી શ્રેયસ અય્યર ઘણી વાર શોર્ટ બોલના કારણે પરેશાનીમાં નજરે પડ્યો છે. ભારતીય મેદાનોમાં આ મુશ્કેલી ખુલીને સામે નથી દેખાતી પણ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં જ્યાં બોલનો સારો ઉછાળ હોય છે, ત્યાં આવા પ્રકારની મુશ્કેલી દેખાય છે. 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન શ્રેયસ સંપુર્ણ રીતે ફેલ સાબિત થયો હતો. હવે ટી20 વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં રમાનાર છે. 


આ પણ વાંચોઃ


IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝમાં પણ કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા, જાણો સમીકરણ