મોહમ્મદ કૈફે કહ્યુ કે, લોકોનું ધ્યાન એ વાત પર હતું કે ધોની આઇપીએલમાં કેવું પરફોર્મ કરે છે. બાદમાં જ ટી-20 વર્લ્ડકપની વાત થવાની હતી. પરંતુ મારો વિચાર છે કે ધોનીને આઇપીએલના ફોર્મ પરથી જજ કરવો જોઇએ નહી. તે એક મહાન બેટ્સમેન છે. તે આઇપીએલ રમવા માંગતો હતો અને ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ કરવા માંગતો હતો. તે આઇપીએલમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માંગતો હતો.
કૈફે કહ્યુ કે, એટલા માટે મને લાગે છે કે તેને ટીમમાંથી બહાર કરવો યોગ્ય નથી. ધોનીએ 2019ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં જ ધોનીની નિવૃતિની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
મોહમ્મદ કૈફે કહ્યુ કે, વર્લ્ડકપની સેમિફાઇનલમાં અસફળતા છતાં મહેન્દ્રસિંહ ધોની ચેમ્પિયન ખેલાડી છે. સેમિફાઇનલમાં તમામ વ્યક્તિ એ આશા રાખી રહ્યો હતો કે ધોની ટીમને જીત અપાવશે પરંતુ એવું થઇ શક્યું નહી. મારા માટે ધોની એક ચેમ્પિયન ખેલાડી છે. લોકોએ ધોનીનો છેલ્લા 10-15 વર્ષનો રેકોર્ડ જોવો જોઇએ.