નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વનડે ચેમ્પિયનશીપ રદ્દ થયા બાદ 2021માં યોજનારી આઇસીસી મહિલા વર્લ્ડ કપમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતીય ટીમને પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે સરકારની અનુમતી ન હતી મળી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ગયા વર્ષે જુલાઇ અને નવેમ્બરની વચ્ચે રમાવવાની હતી, પણ આ સરકારની અનુમતી મળવા પર નિર્ભર હતી. બન્ને ટીમો વચ્ચે સીરીઝ રદ્દ થવાથી બન્નેને બરાબર પૉઇન્ટ વેચી દેવામાં આવ્યા હતા.


આઇસીસીના એક નિવેદનમાં કહેવાયુ હતુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીરીઝના છઠ્ઠા તબક્કામાં સામેલ હતી. જેનુ આયોજન જુલાઇ અને નવેમ્બર 2019માં થવાનુ હતુ, પણ બન્ને ટીમો બોર્ડના સર્વશ્રેષ્ઠ પ્રયાસો બાદ પણ આ સીરીઝ ન હતી થઇ શકી. આનો અર્થ છે કે 2017માં ઉપવિજેતા રહેનારી ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડમાં 2021માં યોજનારા વર્લ્ડકપ માટે ક્વૉલિફાઇ કરી લીધુ છે.



ભારત અને પાકિસ્તાની ટીમો કૂટનીતિક તનાણવા કારણે માત્ર આઇસીસી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થાય છે.



આઇસીસી મહિલા ચેમ્પિયનશીપમાં 2017થી 2020ની વચ્ચે બધી આઠ ટીમો એકબીજા વિરુદ્ધ ત્રણ ત્રણ મેચોની સીરીઝ રમી. યજમાન ન્યૂઝીલેન્ડ અને પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેનારી આગળની બધી ચારેય ટીમો આ વનડે ટૂર્નામેન્ટમાં સીધી ક્વૉલિફાઇ થઇ ગઇ છે.

નિવેદન પ્રમાણે, ઓસ્ટ્રેલિયા 37 પૉઇન્ટ, ઇંગ્લેન્ડ 29 પૉઇન્ટ, દક્ષિણ આફ્રિકા 25 પૉઇન્ટ અને ભારત 23 પૉઇન્ટ સાથે ટૉપ ચારમાં ક્વૉલિફાઇ થઇ ગઇ છે.

આ ઉપરાંત પાકિસ્તાન 19 પૉઇન્ટ, ન્યૂઝીલેન્ડ 17 પૉઇન્ટ, વેસ્ટઇન્ડિઝ 13 પૉઇન્ટ અને શ્રીલંકા 5 પૉઇન્ટ સાથે આ પૉઇન્ટ ટેબલમાં સામેલ થનારી અન્ય ટીમો છે.