શિવરામકૃષ્ણનનો રાજકારણમાં પ્રવેશ આશ્ચર્યજનક છે. શિવકુમારને પહેલા દિલ્હી સામેની રણજી ટ્રોફી મેચ દરમિયાન માન્યતા મળી હતી અને અહીંથી 1982-83માં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
શિવએ પહેલી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 17 વર્ષની ઉંમરે રમી હતી. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી તેઓ એક કમેંટેટર હતા. તે આઈસીસી ક્રિકેટ સમિતિમાં ખેલાડીઓના પ્રતિનિધિ છે. ભાજપ હાલમાં તમિલનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકે સાથે જોડાણમાં છે.
17 વર્ષની ઉંમરે લક્ષ્મણ શિવરામકૃષ્ણને વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ભારત તરફથી 9 ટેસ્ટમાં 26 અને 16 વન-ડેમાં 15 વિકેટ ઝડપી છે. જોકે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ફક્ત ચાર વર્ષ ચાલી હતી. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 76 મેચમાં 154 વિકેટ ઝડપી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે ભારતના સફળ ક્રિકેટ કોમેન્ટેટર બન્યા છે.
આ પહેલા એવી અટકળો હતી કે પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપામાં સામેલ થઈ શકે છે. જોકે આ વિશે હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી.