Virender Sehwag Wife Aarti Ahlawat Divorce: કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તેની પત્ની આરતી અહલાવતથી અલગ થઈ રહ્યા છે. સેહવાગ અને આરતીના લગ્ન 2004માં થયા હતા અને હવે એવી અટકળો ચાલી રહી છે કે તેમણે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. હિન્દુસ્તાન ટાઈમ્સે પરિવારના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સેહવાગ અને આરતી ઘણા મહિનાઓથી અલગ રહે છે અને ખૂબ જ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે.


વીરેન્દ્ર સેહવાગે ઘણા વર્ષો પહેલા ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 2004માં આરતી અહલાવત સાથે લગ્ન કર્યાના ત્રણ વર્ષ પછી તેમને એક પુત્ર આર્યવીરનો જન્મ થયો હતો. 2010માં જન્મેલા નાના દીકરાનું નામ વેદાંત છે. ગયા વર્ષે દિવાળી દરમિયાન સેહવાગે તેની માતા અને પુત્રો સાથેનો એક ફોટો શેર કર્યો હતો પરંતુ તેમાં તેની પત્નીના ફોટા કે નામનો કોઈ ઉલ્લેખ નહોતો, ત્યારે વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની વચ્ચે મતભેદ વધવાની અફવા શરૂ થઈ હતી.


નોંધનીય છે કે વીરેન્દ્ર સેહવાગ લગભગ 2 અઠવાડિયા પહેલા વિશ્વ નાગયાક્ષી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. તેણે દર્શન કરવા અને તે સફરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી પરંતુ તેમાં પણ આરતી અહલાવતનો કોઇ ઉલ્લેખ નહોતો. અત્યાર સુધી સેહવાગ કે આરતી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ લોકો વિવિધ પ્રકારના દાવા કરી રહ્યા છે અને તેમના છૂટાછેડાનો વિષય સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.


આરતી અહલાવત દિલ્હીના રહેવાસી છે અને મીડિયાથી દૂર રહે છે. તેમનો જન્મ 16 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો અને તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. જ્યાં સુધી વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતની લવ સ્ટોરીની વાત છે તેમની રિલેશનશીપની શરૂઆત લગ્નના કેટલાક વર્ષ અગાઉ શરૂ થા હતા અને લગ્ન 2004માં થયા હતા.