નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બૉલરે શોએબ અખ્તરે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થયા બાદ આઇસીસીને નિશાને લીધુ છે. શોએબ અખ્તર આરોપ લગાવ્યો છે કે આઇસીસી ઝુકાવ કેવા પ્રકારનો છે, અને આઇસીસી ક્યાંથી ચાલે છે એ ખબર પડી ગઇ છે.

ખરેખરમાં બે દિવસ પહેલા આઇસીસીએ અખ્તરને લઇને એક ટ્વીટ કર્યુ હતુ, ત્યારબાદ તે સોશ્યલ મીડિયા પર નિશાને આવી ગયુ હતુ.

પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે, તે માત્ર ચાર બૉલની અંદર જ દુનિયાના નંબર એક બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કરી શકે છે. અખ્તરના આ નિવેદન બાદ આઇસીસીએ તેને ટ્રૉલ કરતા એક તસવીરને શેર કરી હતી, એટલું જ નહીં આઇસીસીની આ તસવીર પર બીજા યૂઝર્સે પણ અખ્તરને નિશાને લીધો હતો.



અખ્તરનો આરોપ છે કે આઇસીસી તટસ્થ નથી, અખ્તરે કહ્યું એક સાંકેતિક તસવીર દ્વારા આઇસીસીનો ઝૂકાવ ખબર પડી ગયો છે, આઇસીસી ક્યાંથી ચાલે છે, એ પણ ખબર પડી ગઇ છે. અખ્તરે એકપછી એક કેટલાય ટ્વીટ કર્યા હતા.

અખ્તરે પોતાનો એક વીડિયો શેર કર્યો જેમાં તેને પોતાના બે બૉલથી વિરોધી ટીમના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા, અખ્તરે લખ્યું- આઇસીસી કંઇક નવુ શોધો કેમકે મને તો ફક્ત અસલી વીડિયો જ મળી રહ્યો છે.