નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિન બૉલર દાનિશ કાનેરિયાને લઇને મોટો વિવાદ થયો છે. શોએબ અખ્તરની એક કૉમેન્ટને લઇને દાનિશ કાનેરિયાએ પાક ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર આકારા પ્રહારો કર્યા હતા. મામલો એવો હતો કે પાકિસ્તાની ટીમમાં હિન્દુ ક્રિકેટરો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, જેનો ભોગ ખુદ દાનિશ કાનેરિયા પણ બની ચૂક્યો છે. આ મુદ્દે વિવાદ પકડતા દાનિશ કાનેરિયાની યુટ્યૂબ ચેનલને મોટો ફાયદો થયો હતો.

વિવાદોની વચ્ચે દાનિશ કાનેરિયાની યુટ્યૂબ ચેનલને મોટો ફાયદો થયો, તેની ચેનલ લોકપ્રિય થઇ રહી છે, અને તેના સબસ્ક્રાઇબર્સ વધી રહ્યાં છે. લાખોની સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ જોડાઇ રહ્યાં છે.



આ પહેલા દાનિશ કાનેરિયાના એક વીડિયો પર એવરેજ 2 થી 5 હજાર વ્યૂઝ આવતા હતા, હવે શોએબ અખ્તરના નિવેદન બાદ આમાં વ્યૂઝની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. દાનિશ કાનેરિયાના તાજેતરના વીડિયોને 14 લાખથી વધુ લોકોએ જોયો છે. અત્યાર સુધી તેના સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 37 હજારથી પણ વધારે પહોંચી ગઇ છે.



શું હતુ મામલો
આ આખો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પોતાના નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાની ટીમમાં ભારતીય મૂળના દાનિશ કાનેરિયા સાથે એટલા માટે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો, કેમકે તે હિન્દુ હતો. આ કારણે ઘણા લોકો તેની સાથે જમવા પણ ન હતા બેસતા.