નવી દિલ્હીઃ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની બે મેચોનુ પરિણામ આવ્યા બાદ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત સાથે ટેસ્ટ પૉઇન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જોકે, ભારતીય ટીમ હજુ પણ નંબર વનની પૉઝિશન પર યથાવત છે.

સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યુ, તો વળી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ પર જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 107 રને હરાવ્યુ છે, અને ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને 247 રને માત આપી છે. આ બન્ને ટીમોની જીત બાદ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે.



ઇંગ્લેન્ડ પરની જીત સાથે સાઉથ આફ્રિકાએ પૉઇન્ટ ટેબલમાં પોતાનુ ખાતુ ખોલાવ્યુ છે, આફ્રિકાએ હવે એક જીત સાથે 30 પૉઇન્ટ મેળવ્યા છે. તો ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને હરાવીને 256 પૉઇન્ટ બનાવી લીધા છે. ખાસ વાત છે કે, ભારતીય ટીમ હજુ પણ નંબર વન પૉઝિશન પર છે.



ટીમ ઇન્ડિયા હાલ 7 ટેસ્ટ મેચોમાં 6 જીત સાથે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર બનેલી છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી.



આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ટૉપ 5 ટીમ.....
નંબર-1 - ભારત - 360 પૉઇન્ટ
નંબર-2 - ઓસ્ટ્રેલિયા - 256 પૉઇન્ટ
નંબર-3 - પાકિસ્તાન - 80 પૉઇન્ટ
નંબર-4 - શ્રીલંકા - 80 પૉઇન્ટ
નંબર-5 - ન્યૂઝીલેન્ડ - 60 પૉઇન્ટ