Shane Warne Death: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર ​​શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. શેન વોર્ને 19 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કર્યું. જો કે, તે અવારનવાર તેના પ્રદર્શનની સાથે સાથે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા. ચાલો જાણીએ કે શેન વોર્ન વિવાદોને કારણે ક્યારે ચર્ચાનો વિષય બન્યા હતા.


વર્ષ 2000 માં તેણે બ્રિટિશ નર્સને સંદેશ મોકલવા બદલ તેની વાઇસ કેપ્ટનશિપ ગુમાવી દીધી


શેન વોર્ન પર વર્ષ 2000માં બ્રિટિશ નર્સ ડોના રાઈટે  અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી વોર્નને ઓસ્ટ્રેલિયન ટીમની વાઇસ કેપ્ટન્સી છોડવી પડી હતી. ડોનાનો આરોપ છે કે વોર્ન તેના પર સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. વોર્ને ફોન પર ગંદી વાત કરી અને અશ્લીલ મેસેજ પણ કર્યા.


જ્યારે ડ્રગ્સ ટેસ્ટમાં  પોઝીટીવ આવ્યા 


શેન વોર્ન 2003 વર્લ્ડ કપમાં ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.  વાસ્તવમાં ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા જ્યારે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સાબિત થયું કે તેણે પ્રતિબંધિત દવાનું સેવન કર્યું હતું. જોકે, તેણે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ પોઝિટિવ મળ્યા બાદ તેણે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.


સેક્સ સ્કેન્ડલમાં ફસાયા


2006માં શેન વોર્નનું નામ એક સેક્સ સ્કેન્ડલમાં આવ્યું હતું. એમટીવી પ્રેજેંટર કોરેલી ઈચોલ્ટઝ  અને અમ્મા સાથેના તેના નગ્ન ફોટા વાયરલ થયા હતા. બંને મોડલ સાથે વોર્નનો ફોટો બ્રિટિશ મેગેઝિનમાં છપાયો હતો.


શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા.  શેન વોર્ને ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી. વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી.