નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ રમવા મેદાને ઉતરવાની છે. તાજેતરમાં જ શ્રીલંકા સામે ટી20 સીરીઝમાં જીત્યા બાદ કોહલી એન્ડ કંપની ફૂલ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ ભારતમાં જ રમાશે. જાણો ક્યારે અને ક્યાં રમેશા ત્રણ મેચોની વનડે સીરીઝ........
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચોની સીરીઝ આવતી કાલથી શરૂ થઇ રહી છે. આ સીરીઝ બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થશે.
પ્રથમ વનડે મેચ
વાનખેડે સ્ટેડિયમ, મુંબઇ- 14 જાન્યુઆરી, બપોરે 1: 30 વાગ્યાથી
બીજી વનડે મેચ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ- 17 જાન્યુઆરી, બપોરે 1: 30 વાગ્યાથી
ત્રીજી વનડે મેચ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેગ્લુંરુ- 19 જાન્યુઆરી, બપોરે 1: 30 વાગ્યાથી
ભારતીય ટીમઃ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા ટીમઃ-
એરોન ફિન્ચ (કેપ્ટન), એસ્ટન એગર, એલેક્સ કેરી (ઉપ કેપ્ટન), પેટ કમિન્સ, પીટર હેન્ડ્સ્કૉમ્બ, જોસ હેઝલવુડ, માર્નસ લાબુશાને, કેન રિચર્ડસન, ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એસ્ટન ટર્નર, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.
હવે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે રમશે વનડે સીરીઝ, જાણો ક્યારે ને ક્યાં રમાશે મેચો
abpasmita.in
Updated at:
13 Jan 2020 12:17 PM (IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચોની સીરીઝ આવતી કાલથી શરૂ થઇ રહી છે. આ સીરીઝ બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -