નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ફરી એકવાર શાહિદ આફ્રિદીને આડેહાથે લીધો છે. ગંભીરે આફ્રિદીને તતડાવતા કહ્યું કે, આફ્રિદી ખુદ પોતાની ઉંમર તો યાદ રાખી શકતો નથી અને કોઇને રેકોર્ડ શું યાદ રાખી શકશે. બન્ને વચ્ચેની આ લડાઇ આફ્રિદીની આત્મકથા 2019ના કેટલાક ભાગને લઇને થઇ હતી.


ગંભીરે આફ્રિદી પર સીધો હુમલો કર્યો અને તતડાવી નાંખ્યો હતો, તેને લખ્યું- એક એવો વ્યક્તિ જેને પોતાની ઉંમર યાદ રહેતી નથી. તે મારા રેકોર્ડને શું ખાખ યાદ રાખશે. ઠીક છે આફ્રિદી હું તને તારો એક રેકોર્ડ યાદ અપાવી દઉં છું. 2007 ટી20 વર્લ્ડકપ ફાઇનલ, ભારત સામે પાકિસ્તાન, ગૌતમ ગંભીર 54 બૉલ પર 75 રન સામે આફ્રિદી 1 બૉલમાં 0 રન. સૌથી ખાસ વાત અમે ટ્રૉફી જીતી અને હા હું ખોટા, ગદ્દારો અને તકસાધુઓ લોકો માટે એટીટ્યૂડ રાખુ છું.



ખરેખરમાં, આફ્રિદીની આત્મકથા 2019 લૉન્ચ થઇ હતી, આ પુસ્તકના કેટલાક ભાગો ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. શાહિદ આફ્રિદીએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે ગૌતમ ગંભીર જેટલો ઘંમડી ક્રિકેટર આખી દુનિયામાં ક્યાંય નહીં મળે.



તેને લખ્યું- તેમાં એટીટ્યૂડની ખુબ ખોટ છે, ગૌતમ ગંભીરનુ કોઇ વ્યક્તિત્વ નથી. ક્રિકેટમાં ગંભીર જેવુ કેરેક્ટર કદાચ જ કોઇ હોય. તેને આગળ કહ્યું ગંભીરના નામે ક્રિકેટમાં કોઇ મોટો રેકોર્ડ નથી, ફક્ત તેનામાં એટીટ્યૂડના ઢગલા સિવાય. ગંભીર પોતાની જાતને ડૉન બ્રેડમેન અને જેમ્સ બૉન્ડ જેવી કાબિલિયત રાખવાવાળો સમજે છે.

આત્મકથાના પુસ્તકની આ વાતને લઇને બન્ને પૂર્વ ક્રિકેટરો વચ્ચે જંગ જામ્યો હતો, અને ગૌતમ ગંભીરે આફ્રિદીને તતડાવી નાંખ્યો હતો.