નવી દિલ્હીઃ વર્ષ 2019નુ પુરુ થવાની તૈયારીમાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને વિઝડને આ દાયકાની સૌથી બેસ્ટ, સર્વશ્રેષ્ઠ ટેસ્ટ અને વનડે ટીમ પસંદ કરી લીધી છે. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમ સિલેક્ટ કરી છે. હવે આ બધાની વચ્ચે પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે પણ પોતાની વર્લ્ડ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે.

ગંભીરે પોતાની વર્લ્ડ ઇલેવનને પોતાના ટ્વીટર પર શેર કરી છે, આમાં ચોંકાવનારી વાત એ છે કે, આ ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલીને નહીં પણ કિવી બેટ્સમેન કેન વિલિયમસનને સોંપવામાં આવી છે, એટલુ જ નહીં ટીમમાંથી ધોનીને તો બહાર રસ્તો જ બતાવી દેવામાં આવ્યો છે.



ગૌતમ ગંભીરની 2019ની વર્લ્ડ પ્લેઇંગ XI....
રોહિત શર્મા, ટૉમ લાથમ, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી, કેન વિલિયમસન (કેપ્ટન), અરવિંદ વશિષ્ટ, બેન સ્ટૉક્સ, પેટ કમિન્સ, જસપ્રીત બુમરાહ, નાથન લાયન, વાયુ રાઘવન.


ગંભીરની ચોંકવનારી ટીમમાં વાયુ રાઘવનને સમાવાયો છે, ખરેખરમાં વાયુ રાઘવન ઇન્સાઇડ એઝ સીરીઝનો એક્ટર છે, જે આ સીરીઝમાં એક ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેનો રૉલ ખાસ કરીને વિરાટ કોહલી સાથે મેચ થાય છે. વાયુ રાઘવનની ભૂમિકા અભિનેતા તનુજ વિરવાની નિભાવી રહ્યો છે.