નવી દિલ્હીઃ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકર્તા પર સવાલ ઉઠાવ્યો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું, સૂર્યકુમાર યાદવને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી શ્રેણીમાં કેમ સામેલ નથી કરવામાં આવ્યો. 29 વર્ષીય સૂર્યકુમારની ન્યૂઝીલેન્ડ સામે 2 ટૂર મેચ અને 3 વન ડે મેચ માટે ભારત-એ ટીમમાં પસંદગી કરવામાં આવી છે પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ નથી કરાયો. ઘરેલુ ક્રિકેટમાં તે મુંબઈ તરફથી રમે છે અને તાજેતરમાં સારો દેખાવ કર્યો છે.


હરભજને ટ્વિટર પર સૂર્યકુમારને ટેગ કરીને લખ્યું, હું હેરાન છું કે સૂર્યકુમાર યાદવે ખોટું શું કર્યું છે. બીજા ક્રિકેટરોની જેમ રન બનાવવા ઉપરાંત ટીમ ઈન્ડિયા, ઈન્ડિયા એ, ઈન્ડિયા બી માટે સિલેક્શન, અલગ-અલગ ક્રિકેટરો માટે અલગ નિયમ ?


સૂર્યકુમારે 73 ફર્સ્ટ ક્લાસ મેચમાં 43.55ની સરેરાશથી કુલ 4920 રન બનાવ્યા છે. 149 ટી20 મેચમાં 3012 રન બનાવ્યા છે. તાજેતરમાં તેણે રણજી ટ્રોફીમાં બરોડા સામેની મેચમાં 102 રનની અણનમ ઈનિંગ રમી હતી. આઈપીએલમાં પણ તેનો રેકોર્ડ શાનદાર છે. 85 મેચમાં 7 અડધી સદીની મદદથી 1548 રન બનાવ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

શ્રીલંકા સામે જાહેર થયેલી ભારતીય ટીમ


ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારત-એ ટીમ


 NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથીઃ ગૃહમંત્રી અમિત શાહ

CAA ને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- રાજ્યના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી કારણકે.....

મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન