Asia Cup 2022: ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના ફોર્મ પર કટાક્ષ કર્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીની બેટિંગથી ગૌતમ ગંભીર બિલકુલ ખુશ ન જણાયો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ 34 બોલમાં 35 રનની ધીમી ઇનિંગ રમી હતી.
ગૌતમ ગંભીરે વિરાટ કોહલી પર કટાક્ષ કર્યો
વિરાટ કોહલીની ધીમી ઇનિંગ વિશે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, વિરાટ કોહલી જે રીતે આઉટ થયો તેનાથી તે ખૂબ જ નિરાશ થશે, રોહિત શર્માની વિકેટ પહેલાથી જ પડી ગઈ હતી અને જો તમે આવો શોટ રમશો તો. સારી વાત છે કે કોઈ યુવા ખેલાડીએ આવો શોટ રમ્યો નથી. જો કોઈ યુવક આ રીતે રમ્યો હોત તો તેની ઘણી ટીકા થઈ હોત. વિરાટ કોહલીને તે શોટ રમવાની કોઈ જરૂર નહોતી.
કોહલી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો
તમને જણાવી દઈએ કે આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર એક રનના કુલ સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી, જે બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ બાજી સંભાળી હતી અને 49 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?