Gautam Gambhir In IPL: IPL 2024 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, લખનૌ સુપર જાયન્ટ્સ સાથે મેન્ટર તરીકે સંકળાયેલ ગૌતમ ગંભીર ટીમથી અલગ થયો છે. આ રીતે કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ ગૌતમ ગંભીરના મેન્ટરશિપ વિના રમશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકસભા ચૂંટણીને કારણે ગૌતમ ગંભીર IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નહીં હોય. આ દરમિયાન ગૌતમ ગંભીર પોતાની પાર્ટી માટે કામ કરશે.


ગૌતમ ગંભીર લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કેમ નહીં હોય?


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ગૌતમ ગંભીરને પાર્ટી તરફથી મોટી જવાબદારી મળી શકે છે. આ કારણે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સમાં મેન્ટર તરીકે જોડાઈ શકશે નહીં. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટરની ભૂમિકામાં નહીં હોય.


IPL 2023 સીઝનમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર હેડલાઇન્સમાં રહ્યા હતા


IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને-સામને આવ્યા હોય. આ પહેલા IPL 2013માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને-સામને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, IPL 2023ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તો બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સનો નિયમિત કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી ગયો હતો. જે બાદ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ કેપ્ટનની ભૂમિકા ભજવી હતી.


હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગૌતમ ગંભીર સામે ફેન્સે લગાવ્યા 'વિરાટ કોહલી'ના નામના નારા


 






ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના ડગઆઉટમાં દર્શકો તરફથી કાંઇક ફેંકવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતુ કે દર્શકો ગૌતમ ગંભીરની સામે ‘કોહલી, કોહલી’ ના નારા લગાવી રહ્યા છે..