Asia Cup 2023: 2023 પાકિસ્તાન એશિયા કપ 2023ની (Asia Cup 2023) યજમાની કરી રહ્યું છે. જોકે, ભારતે ત્યાં જવાનો ઇનકાર કર્યા પછી, પાકિસ્તાને એશિયા કપને હાઇબ્રિડ મૉડલમાં આયોજિત કરવાનો નિર્ણય કર્યો. આ મુજબ હવે 2023 એશિયા કપની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની મેચો શ્રીલંકામાં યોજાશે. 2023 એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાવાની છે. આ કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહને પાકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ મોકલ્યું છે. આ બીજીવાર આમંત્રણ આપવામાં આવ્યુ છે.


ખરેખરમાં, 2023 એશિયા કપની શરૂઆતની મેચ એટલે કે પ્રથમ મેચ પાકિસ્તાનના મુલતાનમાં રમવાની છે. આવામાં પીસીબીએ જય શાહને ઉદ્ઘાટન મેચમાં આવવાનું આમંત્રણ તેડું મોકલ્યું છે. પીસીબીએ કહ્યું કે જય શાહ સિવાય એશિયન ક્રિકેટ કાઉન્સિલનો ભાગ એવા અન્ય બોર્ડના વડાઓને પણ ઓપનિંગ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. આ પછી 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે લાહોરમાં મેચ રમાશે. 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બરે લાહોરમાં પણ મેચો યોજાશે. આ ઉપરાંત બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.


2 સપ્ટેમ્બરે રમાશે ભારત-પાકિસ્તાન મેચ - 
2023 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 2જી સપ્ટેમ્બરે રમાશે. ગત વખતની જેમ આ વખતે પણ ભારત અને પાકિસ્તાનની મેચ બે વખત જોવા મળી શકે છે. જોકે, જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ભારત-પાકિસ્તાનની મેચ ત્રણ વખત જોવા મળશે.


નોંધનીય છે કે, BCCI એ હજુ સુધી 2023 એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ 21 ઓગસ્ટે 2023 એશિયા કપ માટે તેની ટીમની જાહેરાત કરશે. અત્યાર સુધી માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળે પોતપોતાની ટીમોની જાહેરાત કરી છે.



આ ટીમોની વચ્ચે રમાશે એશિયા કપ - 
આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમોને એક ગ્રુપમાં રાખવામાં આવી છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બીજા ગ્રુપમાં છે.


એશિયા કપનું પુરેપુરુ શિડ્યૂલ - 


પાકિસ્તાન vs નેપાળ - 30 ઓગસ્ટ
બાંગ્લાદેશ vs શ્રીલંકા - 31 ઓગસ્ટ
ભારત vs પાકિસ્તાન - 2 સપ્ટેમ્બર
બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - 3 સપ્ટેમ્બર
ભારત vs નેપાળ - 4 સપ્ટેમ્બર
શ્રીલંકા vs અફઘાનિસ્તાન - 5 સપ્ટેમ્બર


સુપર 4ની મેચો - 
A1 vs B2 - 6 સપ્ટેમ્બર
B1 vs B2 - 9 સપ્ટેમ્બર
A1 vs A2 - 10 સપ્ટેમ્બર
A2 vs B1 - 12 સપ્ટેમ્બર
A1 vs B1 - 14 સપ્ટેમ્બર
A2 vs B2 - 15 સપ્ટેમ્બર
ફાઇનલ - 17 સપ્ટેમ્બર