Harbhajan Singh Team For 2023 Asia Cup: એશિયા કપ શરૂ થવામાં હવે લગભગ 10 દિવસ બાકી છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હજુ સુધી આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આ દરમિયાન  ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઑફ-સ્પિનર ​​હરભજન સિંહે 2023 એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. BCCIએ હજુ 2023 એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ 21 ઓગસ્ટે 2023 એશિયા કપ માટે તેની ટીમની જાહેરાત કરશે. અત્યાર સુધી માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળે પોતપોતાની ટીમોની જાહેરાત કરી છે.


હરભજનસિંહે  આ બે સ્ટાર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું ન હતું


હરભજન સિંહે 2023 એશિયા કપની ટીમમાં શ્રેયસ અય્યર અને સંજુ સેમસનને સામેલ કર્યા નથી. અય્યર તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી.  સેમસન વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યો નથી, જેના કારણે હરભજન નિરાશ છે.


તિલક વર્માનો સમાવેશ કર્યો


જણાવી દઈએ કે હરભજન સિંહે 2023 એશિયા કપ માટે 16 સભ્યોની ટીમ પસંદ કરી છે. હરભજન સિંહે 16માં ખેલાડી તરીકે અક્ષર પટેલની પસંદગી કરી છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ભજ્જીની ટીમમાં જગ્યા મળી છે. આ સિવાય તેણે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવને પણ પસંદ કર્યા છે. હરભજને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં ચાર ઝડપી બોલરોની પસંદગી કરી છે. આ સિવાય તેણે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવને સ્પિનર ​​તરીકે સામેલ કર્યા છે. ઓલરાઉન્ડરમાં ભજ્જીએ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પર ભરોસો કર્યો છે.


એશિયા કપ માટે હરભજન સિંહની 15 સભ્યોની ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને કેએલ રાહુલ. અક્ષર પટેલ (16મો ખેલાડી). 


2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન આગા, ઇફ્તિખાર અહેમદ, તૈયબ તાહિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન આફ્રિદી.


2023 એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ - શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, તનઝીદ હસન તમીમ, નજમુલ હુસૈન શાન્તો, તૌહીદ હ્રદોય, મુશફિકુર રહીમ, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મામુદ, મહેદી હસન, નસુમ અહમદ, શમીમ હુસૈન, અફીફ હુસૈન, શોરફુલ ઈસ્લામ, ઈબાદોત હુસૈન અને મોહમ્મદ નઈમ.


2023 એશિયા કપ માટે નેપાળની ટીમ - રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, ભીમ શર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી, પ્રતિશ જીસી , મૌસમ ઢકાલ, સંદીપ જોરા, કિશોર મહતો અને અર્જુન સઈદ. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial