WPL, GG vs DC T20: રસાકસી બાદ ગુજરાત જાયન્ટ્સનો વિજય, દિલ્હી કેપિટલ્નેસને 11 રનોથી હરાવ્યુ
GG vs DC Live Score: ભારતમાં રમાઇ રહેલી વૂમન્સ પ્રીમિયર લીગની આજની મેચ શરૂ થઇ ચૂકી છે. આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ જામ્યો છે.
વૂમન્સ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થઇ હતી, જેમાં વધુ એક મેચમાં દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પૉઇન્ટ ટેબલ પર બીજા નંબર પર પહેલી દિલ્હીને ગુજરાતે 11 રનોથી હરાવીને આશ્ચર્ય સર્જ્યુ હતુ. ટૉસ જીતીને બૉલિંગમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સને આ મેચમાં કંઇક ખાસ કર્યુ નહીં, ટૉસ હારીને મેદાનમાં ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ અને ધીમી રહી હતી, બાદમાં લૉરાએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી, આ પછી એશ્લે ગાર્ડનરે આક્રમક બેટિંગ કરતાં અર્ધશતકીય ઇનિંગ રમી હતી, આ બન્નેની બેટિંગના સહારે ગુજરાતે 20 ઓવરની મેચમાં 147 રન બનાવ્યા હતા, અને દિલ્હીને જીત માટે 148 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ દિલ્હીની ટીમ ફરી એકવાર નિષ્ફળ રહી હતી. આજની વૂમન્સ પ્રીમિયર લીગ 2023ની મેચ બ્રાબૉર્ન સ્ટેડિયમમાં રમાઇ હતી.
દિલ્હી તરફથી બેટિંગમાં મનેજાને કેપ 36 અને અરુંધતી રેડ્ડીએ 25 રનની ઇનિંગ રમી હતી, આ મેચમાં કેપ્ટન લેનિંગ કે શેફાલી વર્મા ચાલ્યા નહીં, અને બાદમાં એક પછી એક વિકેટો ધરાશાયી થતી રહી હતી. દિલ્હીની ટીમે અંતે 18.4 ઓવર રમીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
આજે વૂમન્સ પ્રીમિયર લીગની 14મી મેચોમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સની ટીમને શાનદાર મેચમાં ભારે રસાકસી બાદ હાર આપી છે. ગુજરાત જાયન્ટ્સે દિલ્હીને 11 રનોથી હરાવ્યુ છે, ગુજરાત તરફથી આ મેચમાં લૉરા અને ગાર્ડનરે શાનદાર બેટિંગ કરી હતી.
દિલ્હી કેપિટલ્સને સ્કૉર 8 ઓવરના અંતે 4 વિકેટના નુકશાને 55 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર જોનાસન 1 રન અને કેપ 4 રન બનાવીને રમી રહી છે.
ચાર ઓવર બાદ દિલ્હી ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 32 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન મેગ લેનિંગ 14 રન અને એલિસ કેપ્સી 9 રન બનાવીને રમી રહી છે.
148 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. દિલ્હીની શેફાલી વર્મા 8 રન બનાવીને આઉટ થઇ છે. ગુજરાતની બૉલર તનુજા કંવરે શેફાલી વર્માને બૉલ્ડ કરી છે, શેફાલી માત્ર 7 બૉલમાં 1 છગ્ગા સાથે 8 રન બનાવીને આઉટ થઇ છે.
દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરૂ, ક્રિઝ પર અત્યારે ઓપનર બેટ્સમેન અને કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્મા રમી રહી છે.
ગુજરાતની ઇનિંગની વાત કરીએ તો લૉરા વૉલ્વાર્ડ્ટે શાનદાર બેટિંગ કરતાં અર્ધશતકીય ઇનિંગ રમી હતી. લૉરાએ 57 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે પણ આક્રમક બેટિંગ કરી હતી, એશ્લે ગાર્ડનરે 33 બૉલમાં 9 ચોગ્ગા સાથે આક્રમક 51 રનની ઇનિંગ રમી હતી. આ સાથે હરનીલ દેઓલે પણ 31 રનની ઇનિંગ રમી હતી.
ગુજરાત જાયન્ટ્સે પોતાની પ્રથમ ઇનિંગ પૂર્ણ કરી લીધી છે. ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે નિર્ધારિત 20 ઓવરની રમત બાદ 4 વિકેટના નુકશાને 147 રન બનાવ્યા હતા. આ સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમને જીતવા માટે 148 રનોનો ટાર્ગેટ મળ્યો હતો.
ગુજરાતની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, સેટ બેટ્સમેન લૉરા વૉલ્વાર્ડ્ટ ફિફ્ટી બાદ આઉટ થઇ ગઇ છે. દિલ્હીની બૉલર અરુંધતી રેડ્ડીએ લૉરાને બૉલ્ડ કરી છે, લૉરાએ આ દરમિયાન 45 બૉલનો સામનો કરીને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર 54 રનની ઇનિંગ રમી હતી.
ગુજરાતની બેટર લૉરા વૉલ્વાર્ડ્ટે દિલ્હી કેપિટલ્સ સામે શનદાર ફિફ્ટી ફટકારી છે. વૉલ્વાર્ડ્ટે 41 બૉલમાં 50 રનની ઇનિંગ રમી હતી. જેમાં 5 ચોગ્ગા સામેલ હતા.
ગુજરાત જાયન્ટ્સનો સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે. 16 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 109 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર એશ્લે ગાર્ડનર 26 રન અને લૉરા વૉલ્વાર્ડ્ટ 47 રન બનાવીને રમી રહી છે.
ગુજરાત જાયન્ટ્સની ટીમને બીજો ઝટકો લાગ્યો છે, મીડલ ઓર્ડર બેટ્સમેન હરનીલ દેઓલ આઉટ થઇને પેવેલિયન પરત ફરી છે. જેસ જોનાસને હરનીલને સ્ટમ્પની પાછળ તાનિયા ભાટિયાના હાથમાં ઝીલાવી દીધી છે. હરનીલે 33 બૉલમાં 4 ચોગ્ગા સાથે 31 રનની ઇનિંગ રમી હતી. અત્યારે 11 ઓવર બાદ ગુજરાતનો સ્કૉર 2 વિકેટના નુકશાને 60 રન પર પહોંચ્યો છે.
ગુજરાત જાયન્ટ્સની ટીમના 50 રન પુરા થઇ ગયા છે, અત્યારે 9 ઓવરના અંતે ગુજરાતે 1 વિકેટના નુકશાને 50 રન બનાવી લીધા છે, ક્રિઝ પર લૉરા વૉલ્વાર્ડ્ટ 16 રન અને હરનીલ દેઓલ 30 રન બનાવીને રમી રહી છે.
ગુજરાતની ટીમનો પાંચ ઓવર બાદ સ્કૉર એક વિકેટના નુકશાને 24 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર હરનીલ દેઓલ 13 રન અને લારા વૉલ્વાર્ડ્ટ 7 રન બનાવીને રમી રહી છે.
ગુજરાત જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી ગઇ છે, દિલ્હીની મેરિજન કેપે ગુજરાતની ઓપનર બેટ્સમેન સોફિયા ડંકલેને જેસ જોનાસેનના હાથમાં ઝીલાવી દીધી છે. સોફિયા માત્ર 6 બૉલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી છે.
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કૈપ્સી, જેમીમા રૉડ્રિગ્ઝ, મેરિજન કેપ, જેસ જૉનાસેન, તાન્યા ભાટિયા (વિકેટકીપર), અરંધતિ રેડ્ડી, રાધા યાદવ, શિખા પાન્ડે, પૂનમ યાદવ.
સોફિયા ડંકલે, લૉરા વૉલ્વાર્ડ્ટ, હરનીલ દેઓલ, એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, સ્નેહ રાણા (કેપ્ટન), સુષ્મા વર્મા (વિકેટકીપર), કિમ ગર્થ, તનુજા કંવર, માનસી જોષી, અશ્વિની કુમારી.
બ્રેકગ્રાઉન્ડ
GG vs DC Live Score: ભારતમાં રમાઇ રહેલી વૂમન્સ પ્રીમિયર લીગની આજની મેચ શરૂ થઇ ચૂકી છે. આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ જામ્યો છે. અહીં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. આજે વૂમન્સ પ્રીમિયર લીગ 2023ની 14મી મેચ બ્રાબૉર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -