GG-W Vs MI-W WPL 2023 Live: WPLની પ્રથમ મેચમાં મુંબઇની ધમાકેદાર જીત, ગુજરાતને 143 રનથી હરાવ્યું
આજથી મહિલા IPLની પ્રથમ સિઝન એટલે કે વુમન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે
વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ટીમે ગુજરાતને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી હરમનપ્રીતે 65 રન બનાવ્યા હતા. જ્યારે સૈક ઈશાકે 4 વિકેટ લીધી હતી.
Womens Premier League Live: ગુજરાત જાયન્ટ્સને સતત બીજો ફટકો લાગ્યો છે. કેપ્ટન બેથ મૂની ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થઇ છે. આ પછી હરલીન દેઓલ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઈ. આ પછી એશ્લે ગાર્ડનર પણ ખાતું પણ ખોલાવી શકી ન હતી.
વુમન્સ પ્રીમિયર લીગની પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 200 રનનો આંકડો પાર કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા તેણે 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. તેના તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુઝ 31 બોલમાં 47 અને એમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. નતાલી સીવરે 23 અને પૂજા વસ્ત્રાકરે 15 રનનું યોગદાન આપ્યું હતું. યાસ્તિકા ભાટિયા એક રન બનાવીને આઉટ થઇ હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. એશ્લે ગાર્ડનર, તનુજા કંવર અને જ્યોર્જિયા વેરહમે એક-એક વિકેટ લીધી હતી. (ફોટોઃ WPL)
મુંબઈ ઈન્ડિયન્સને 10મી ઓવરના છેલ્લા બોલ પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. હીલી મેથ્યુઝ ગુજરાત જાયન્ટ્સના એશ્લે ગાર્ડનર દ્વારા ક્લીન બોલ્ડ થઇ હતી. મેથ્યુઝ પ્રથમ મેચમાં અડધી સદી ફટકારવાથી ચૂકી ગઇ હતી. તેણે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ દરમિયાન મેથ્યુઝે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
Womens Premier League Live: મુંબઈ ઈન્ડિયન્સે 8 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા છે. ટીમ તરફથી મેથ્યુઝ 35 રન અને નતાલી 22 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને શાનદાર બેટિંગ કરી રહ્યા છે.
મુંબઈની ઈનિંગ્સનો પાવરપ્લે પૂરો થઈ ગયો છે. તેણે છ ઓવરમાં એક વિકેટે 44 રન બનાવ્યા હતા. યાસ્તિકા ભાટિયાના આઉટ થયા બાદ હેલી મેથ્યુઝ અને નતાલી સાયવર બ્રન્ટે સ્થિતિ સંભાળી હતી. મેથ્યુઝ 17 બોલમાં 22 અને સાયવર બ્રન્ટ 11 બોલમાં 18 રન બનાવીને અણનમ છે.
GG W vs MI W Live:વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં યાસ્તિકા ભાટિયા જલદી આઉટ થઇ છે. તે આઠ બોલમાં એક રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં તનુજા કંવરે તેને આઉટ કરી હતી. યાસ્તિકાના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની નતાલી સાયવર બ્રન્ટ ક્રિઝ પર આવી છે. મુંબઈએ ત્રણ ઓવરમાં એક વિકેટે 17 રન બનાવ્યા છે.
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ શરૂ થઈ ગઈ છે. યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝ મુંબઈ માટે ઓપનિંગ કરી રહ્યા છે. ગુજરાત માટે ગાર્ડનરે પહેલી ઓવર કરી હતી. મુંબઈએ પ્રથમ ઓવરમાં બે રન બનાવ્યા હતા.
હેલી મેથ્યુઝ, યશ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, નેટ સાયવર-બ્રન્ટ, અમેલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમાયરા કાઝી, ઈસ્સી વોંગ, જીંતિમની કલિતા, સાયકા ઈશાક
Womens Premier League Live: બેથ મૂની, સબભિનેની મેઘના, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, દયાલન હેમલતા, જ્યોર્જિયા વેરહેમ, સ્નેહ રાણા, તનુજા કંવર, મોનિકા પટેલ, માનસી જોશી
WPL Opening Ceremony Live: બીસીસીઆઈના અધિકારીઓ બાદ હવે વુમન્સ પ્રીમિયર લીગની તમામ ટીમોના કેપ્ટનોને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાતની કેપ્ટન બેથ મૂની, મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર, બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાના, યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલી અને દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ સ્ટેજ પર પહોંચી હતી. તમામ કેપ્ટનોની હાજરીમાં ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Womens Premier League Live: વુમન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં કૃતિ સેનને 'ચક દે ઈન્ડિયા' ગીત સાથે એન્ટ્રી કરી હતી.
WPL 2023 Opening Ceremony Live: વુમન્સ પ્રીમિયર લીગના ઓપનિંગ સેરેમનીમાં કિયારા અડવાણીએ પ્રથમ પરફોર્મ કર્યું હતું. તે બોલિવૂડના ઘણા ગીતો પર ડાન્સ કરી રહી છે.
બ્રેકગ્રાઉન્ડ
આજથી મહિલા IPLની પ્રથમ સિઝન એટલે કે વુમન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. મહિલા IPLની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. લીગની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. ઓપનિંગ સેરેમનીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ઓપનિંગ સેરેમની 6:25 વાગ્યે શરૂ થશે.
મહિલા પ્રીમિયર લીગની આ પ્રથમ સિઝન હશે. આ મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને થશે. હરમનપ્રીત કૌર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે જ્યારે ગુજરાત જોઈન્ટ્સની આગેવાની બેથ મૂની કરશે. જો કે, આજે અમે તમને જણાવીશું કે તમે મહિલા પ્રીમિયર લીગની મેચોનું લાઈવ પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકો છો. આ સિવાય આ ટુર્નામેન્ટની મેચો ભારતીય સમય અનુસાર ક્યારે રમાશે.
અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ
વિમેન્સ પ્રીમિયર લીગ ઓપનિંગ સેરેમની ભારતીય સમય અનુસાર સાંજે 6.25 વાગ્યે શરૂ થશે. મહિલા પ્રીમિયર લીગ ઓપનિંગ સેરેમનીનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ-18 પર કરવામાં આવશે. જ્યારે ચાહકો Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ સિવાય સ્પોર્ટ્સ-18 પર મહિલા પ્રીમિયર લીગની મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકાશે. ઓપનિંગ સેરેમની બાદ સિઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.
WPL 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
ધારા ગુર્જર, જિનતિમાની કલિતા, પ્રિયંકા બાલા, હીથર ગ્રેહામ, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), હુમૈરા કાઝી, એમેલિયા કેર, હેલી મેથ્યુસ, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સ્કીવર, સાઈકા ઇશ્કે, ઇસી વોંગ, ક્લો ટ્રાઈયન, સોનમ યાદવ
WPL 2023 માટે ગુજરાત જાયન્ટ્સની ટીમ
એશ્લે ગાર્ડનર, બેથ મૂની (કેપ્ટન), જ્યોર્જિયા વેયરહેમ, સ્નેહ રાણા, એનાબેલ સધરલેન્ડ, ડિયાંડ્રા ડોટિન, માનસી જોશી, મોનિકા પટેલ, સબબિનેની મેઘના, હર્લ ગાલા, પરુણિકા સિસોદિયા, સોફિયા ડંકલે, સુષ્મા વર્મા, તનુજા કંવર, હરલીન દેઓલ, અશ્વની કુમારી, દયાલન હેમલતા, શબનમ શકીલ
- - - - - - - - - Advertisement - - - - - - - - -