Glenn Maxwell record in T20: બિગ બેશ લીગ 2024-25માં ગ્લેન મેક્સવેલ વિસ્ફોટક બેટિંગ કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી રહ્યો છે. હવે BBLની 40મી મેચમાં મેલબોર્ન સ્ટાર્સે હોબાર્ટ હરિકેન્સને 40 રનથી હરાવ્યું છે. આ મેચમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતા મેક્સવેલે 32 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ્સમાં મેક્સવેલ 5 ફોર અને 6 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો. મેક્સવેલની ઇનિંગના આધારે મેલબોર્ન સ્ટાર્સે 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. જે બાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હોબાર્ટ હરિકેન્સની ટીમ 19.3 ઓવરમાં 179 રન જ બનાવી શકી હતી. આ મેચમાં મેક્સવેલને તેની તોફાની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
મેક્સવેલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો
T20 ક્રિકેટમાં ગ્લેન મેક્સવેલે રોહિત શર્માનો ખાસ રેકોર્ડ તોડ્યો છે. BBLની 40મી મેચ દરમિયાન મેક્સવેલે વિસ્ફોટક બેટિંગમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલે પોતાની ઇનિંગ દરમિયાન 6 સિક્સર ફટકારી હતી. આમ કરીને ઓસ્ટ્રેલિયન બેટ્સમેને T-20માં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. મેક્સવેલ હવે T20માં સૌથી વધુ સિક્સર મારવાના મામલે સાતમા સ્થાને આવી ગયો છે. ગ્લેન મેક્સવેલે અત્યાર સુધી 458 મેચમાં 528 સિક્સર ફટકારી છે. રોહિતે 448 મેચોમાં 435 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 525 છગ્ગા ફટકાર્યા છે.
પંજાબ કિંગ્સ માટે સારા સમાચાર છે
આ સિઝનમાં મેક્સવેલે BBLમાં ધૂમ મચાવી છે, જે ચોક્કસપણે પંજાબ કિંગ્સ કેમ્પને ખુશ કરશે. આઈપીએલની આ હરાજીમાં પંજાબ કિંગ્સે મેક્સવેલને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આવી સ્થિતિમાં મેક્સવેલ આ વખતે આઈપીએલમાં પંજાબ કિંગ્સને કેટલો ફાયદો અપાવવામાં સફળ થશે તે જોવું રહ્યું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. મેક્સવેલ આ દિવસોમાં રમાઈ રહેલી બિગ બેશ લીગ 2024-25માં જોવા મળી રહ્યો છે. તે ટૂર્નામેન્ટમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમી રહ્યો છે.
આ પહેલા મેક્સવેલે શાનદાર ઈનિંગ રમી અને 173.08ની સ્ટ્રાઈક રેટથી 90 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 122 મીટર લાંબી સિક્સ ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.
કોણ હશે ભારતીય ટીમનો આગામી કેપ્ટન ? સુરેશ રૈનાએ આ ખેલાડીનું લીધુ નામ