ગ્રીમ સ્વાને ધ સન અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- ઇંગ્લેન્ડ હંમેશાથી કહે છે કે એશેઝ સીરીઝ થવાની છે, ઓસ્ટ્રેલિયા હવે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ નથી રહી, જે એકસમયે રહેતી હતી. એકસમયે ઓસ્ટ્રેલિયા ખુબ આગળ અને જબરદસ્ત ટીમ ગણાતી હતી. સ્વાને કહ્યું કે, અમારે (ઇંગ્લેન્ડે) એશેઝ સીરીઝથી આગળ વધવુ પડશે, મને લાગે છે કે હજુ ભારતને ભારતમાં હરાવવુ મોટી ઉપલબ્ધિ છે. 2012માં તેમના પર અમારી જીત બાદથી તે ભારતમાં લગભગ અજય છે.

સ્વાને કહ્યું- પહેલા એશેઝ જીતવી ઉપલબ્ધિ ગણાતી, પરંતુ ઓસ્ટ્રેલિયા પહેલા જેવી નથી રહી. હવે ભારતને ભારતમાં જ હરાવવી એ એશેઝ કરતાં પણ મોટી ઉપલબ્ધિ ગણી શકાય.
ઇંગ્લેન્ડ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ બનવા માંગે છે તો તેમને માત્ર ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ ભારતને ભારતમાં પણ હરાવવી પડશે, ત્યારે ઇંગ્લેન્ડ આગળ વધી શકશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશેઝ સીરીઝ ડિસેમ્બરમાં રમાવવાની છે.