આર્થરે દાવો કર્યો છે કે, લંકાનો કોઈ પણ ક્રિકેટર આ રીતે કોઈ યુવતી સાથે હોટલના રૂમમાં સેક્સ માણતો હોય એ શક્ય જ નથી કેમ કે સરકારે આપેલી સૂચના પ્રમાણે કોવિડ 19ની ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરીને બાયો-સીક્યુરિટી બબલમાં ક્રિકેટરો રહે છે. આ કારણે આ રીતે કોઈ ક્રિકેટર શારીરિક સુખ માણી શકે એ શક્ય નથી.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગુરૂવારે જ ટીમના મેનેજરને ક્રિકેટર ટીમની અધિકારી યુવતી સાથે સેક્સ માણતો ઝડપાયો તે અંગે રીપોર્ટ આપવા આદેશ આપ્યો હતો. હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમના મેનેજર તરીકે અસાંથા ડીમેલ છે.
મીડિયામાં આવેલા રીપોર્ટ પ્રમાણે શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ રમાઈ રહી હતી ત્યારે શ્રીલંકાની ટીમનો એક યુવા ખેલાડી હોટલના રૂમમાં એક યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાઈ ગયો હતો. આ યુવતી શ્રીલંકાની ટીમની એક અધિકારી છે જ્યારે યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાયેલો ક્રિકેટર પચ્ચીસ વર્ષની આસપાસ વયનો છે અને સ્પિન ઓલરાઉન્ડર છે. . બંને શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે જ ટીમના અધિકારીઓને હોટલના સ્ટાફે જાણ કરી હતી. મેનેજર રૂમમાં પહોંચ્યા ત્યારે બંને રંગે હાથ ઝડપાઈ ગયાં હતાં.
આ યુવતી પહેલાં પણ ઘણી વાર શ્રીલંકાના ક્રિકેટરો સાથે સેક્સ માણતાં ઝડપાઈ હતી. એ વખતે લંકાના ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આંખ આડાન કાન કર્યા હતા અને આ યુવતીને ટીમમાં ચાલુ રખી હતી. હવે ફરી આ વિવાદ ચગ્યો છે ત્યારે યુવતીને કાઢી મૂકવાની માગ ઉઠી છે પણ બોર્ડ કોઈ પગલાં લે તેવી શક્યતા નથી.