GT vs KKR Match Highlights: IPL 2023ની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. રાશિદ ખાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે છેલ્લી ઓવરમાં રિંકુ સિંહની સતત 5 સિક્સરની મદદથી મેચ જીતી લીધી હતી.
રિંકુ સિંહે પાંચ સિક્સર ફટકારીને કોલકાતાને જીત અપાવી
કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં KKRએ છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમ માટે રિંકુ સિંહે 21 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. તેણે કુલ છ સિક્સર ફટકારી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 205 રનનો ટાર્ગેટ
આ મેચની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ છે. ગુજરાત ટાઇટન્સ તરફથી વિજય શંકરે સૌથી વધુ રન બનાવ્યા હતા. વિજય શંકરે 24 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. આ સિવાય સાંઈ સુદર્શને 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. તે જ સમયે, શુભમન ગિલે 31 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતની ટીમનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં ફેન્સ ઉપસ્થિત છે.
રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટ), એન જગદીસન, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી