IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ હવે ધીમે ધીમે વધી રહ્યો છે, જેમ જેમ આઈપીએલની હાલની સિઝન આગળ વધી રહી છે તેમ પૉઈન્ટ ટેબલમાં ફેરફારો આવી રહ્યાં છે. દરેક મેચ સાથે ટીમોના સ્ટેન્ડિંગ ફેરફાર થઇ રહ્યાં છે. જો આપણે તાજી સ્થિતિ પર નજર કરીએ તો, દિલ્હી કેપિટલ્સને હરાવીને, રાજસ્થાન રૉયલ્સને પ્રથમ સ્થાન હાંસલ કરી લીધુ છે, ગુજરાત પણ નંબર વન હતું. જોકે, હવે રવિવારે રમાયેલી ડબલ હેડરની બે મેચો બાદ પૉઇન્ટ ટેબલમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.

આઇપીએલની કુલ 10માંથી 7 ટીમોએ પૉઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલી દીધુ છે. આ ઉપરાંત ત્રણ ટીમો હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમ પણ હજુ પ્રથમ જીત નથી મેળવી શકી. મુંબઈ ઈન્ડિયન્સ પૉઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે, અને સાવ તળિયે સનરાઇઝર્સ હૈદરાબાદ છે.

IPL 2023 Points Table - આઇપીએલ 2023 પૉઇન્ટ ટેબલ  -

રાજસ્થાન રૉયલ્સ- 3 મેચ, 4 પૉઇન્ટલખનઉ સુપર જાયન્ટ્સ- 3 મેચ, 4 પૉઇન્ટગુજરાત ટાઇટન્સ- 2 મેચ, 4 પૉઇન્ટચેન્નાઇ સુપર કિંગ્સ- 3 મેચ, 4 પૉઇન્ટપંજાબ કિંગ્સ- 2 મેચ, 4 પૉઇન્ટકોલકત્તા નાઇટ રાઇડર્સ- 2 મેચ, 2 પૉઇન્ટરૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર- 2 મેચ, 2 પૉઇન્ટમુંબઇ ઇન્ડિયન્સ- 2 મેચ, 0 પૉઇન્ટદિલ્હી કેપિટલ્સ- 3 મેચ, 0 પૉઇન્ટસનરાઇઝર્સ હૈદરાબાદ- 2 મેચ, 0 પૉઇન્ટ

ઓરેન્જ કેપની રેસમાં ટૉપ પાંચ બેટ્સમેનો - 

ઋતુરાજ ગાયકવાડ - 149 રનકાયલી મેયર્સ - 126 રનશિખર ધવન - 126 રનવિરાટ કોહલી - 103 રનસંજૂ સેમસન - 97 રન

પર્પલ કેપ રેસમાં ટૉપ પાંચ બૉલરો  -

માર્ક વૂડ - 8 વિકેટઅર્શદીપ સિંહ - 5 વિકેટમોહમ્મદ શમી - 5 વિકેટનાથન એલિસ - 5 વિકેટરાશિદ ખાન - 5 વિકેટ