GT vs KKR, IPL 2023: રિંકુ સિંહે 5 બોલમાં 5 સિક્સર ફટકારી કોલકાતાને શાનદાર જીત અપાવી
GT vs KKR Live Score: સુપર સન્ડેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. અહીં તમને આ મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
કોલકાતાએ ગુજરાત સામે 3 વિકેટે શાનદાર જીત મેળવી છે. કોલકાતા તરફથી રિંકુ સિંહ શાનદાર બેટિંગ કરી હતી. રિંકુ સિંહે 21 બોલમાં 48 બનાવી ટીમને જીત અપાવી હતી. રિંકુએ 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી.
રાશિદ ખાને હેટ્રિક લીધી છે. રાશિદે રસેલ અને સુનિલ નરેન અને શાર્દુલ ઠાકુરને પેવેલિયન ભેગા કર્યા છે. હાલમાં કોલકાતાને જીતવા માટે 21 બોલમાં 50 રનની જરૂર છે.
વેંકટેશ અય્યર 40 બોલમાં 83 રન બનાવી આઉટ થયો છે. કોલકાતાને જીતવા માટે 25 બોલમાં 51 રનની જરૂર છે.
કેપ્તિટન નીતિશ રાણા 45 રન બનાવી આઉટ થયો છે. આમ 128ના સ્કોરે કોલકાતાએ 3 વિકેટ ગુમાવી દીધી છે.
11.1 ઓવરમાં કોલકાતાએ 100 રન પૂરા કર્યા છે, આ ઉપરાંત વેંકટેશ અય્યરે પોતાની ફિફ્ટી પુરી કરી છે.
કોલકાતાએ 7 ઓવરના અંતે બે વિકેટે 56 રન બનાવી લીધા છે. હાલમાં વેંકટેશ અને રાણા બેટિંગ કરી રહ્યા છે.
જગદીસન 6 રન બનાવી આઉટ થયો છે. કોલકાતાએ 4 ઓવરના અંતે બે વિકેટે 28 રન બનાવ્યા છે.
કોલકતા નાઈટ રાઈડર્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. ગુરબાઝ 15 રન બનાવી આઉટ થયો છે.
ગુજરાત ટાઈટન્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 204 રન બનાવ્યા છે. ગુજરાત તરફથી વિજય શંકરે 24 બોલમાં 63 રન બનાવ્યા હતા જ્યારે સાઈ સુદર્શને 38 બોલમાં 53 રનની ઈનિંગ કરી હતી.
ગુજરાત ટાઇટન્સની ટીમે કોલકાતા સામે 16 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 144 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 47 અને વિજય શંકર 14 રન બનાવીને રમી રહ્યા છે.
ગુજરાત ટાઈટન્સની ત્રીજી વિકેટ પડી છે. અભિનવ 14 રન બનાવી આઉટ થયો છે. હાલમાં 13.3 ઓવરમાં ગુજરાતે 118 રન બનાવ્યા છે.
શુભમન ગિલ 39 રન બનાવી આઉટ થયો છે. હાલમાં 11.4 ઓવરમાં ગુજરાતે બે વિકેટે 100 રન બનાવી લીધા છે.
ગુજરાત ટાઇટન્સે 8 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 20 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે સાઈ સુદર્શને 11 બોલમાં 12 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઈટન્સને સાહાના રુપમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. સાહા 17 રન બનાવી આઉટ થયો છે.
ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 3 ઓવરનાં અંતે વિના વિકેટે 24 રન બનાવી લીધા છે. ગિલ અને સાહા હાલમાં બેટિંગ કરી રહ્યા છે.
રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટ), એન જગદીસન, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
રિદ્ધિમાન સાહા (વિકેટ), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (કેપ્ટન), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 13, LSG vs SRH: IPLમાં આજે (9 એપ્રિલ) બે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પ્રથમ મેચમાં આમને-સામને થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે શરૂ થશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચો ખૂબ જ સરળતાથી જીતી લીધી છે, તેથી આજની મેચ રસપ્રદ રહેવાની આશા છે.
IPL 2023માં, જ્યાં ગુજરાત ટાઇટન્સે તેમની બંને મેચમાં સરળ જીત નોંધાવી છે. તે જ સમયે, કોલકાતાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે કોલકાતાએ બીજી મેચ મોટા અંતરથી જીતી લીધી હતી. આ મેચમાં કોલકાતા માટે બીજી સારી વાત એ હશે કે ઈંગ્લિશ બેટ્સમેન જેસન રોય પણ આ મેચ માટે પ્લેઈંગ-11નો ભાગ બની શકે છે. તે ટીમમાં સામેલ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -