GT vs LSG, Wriddhiman Saha: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની 51મી મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સની ટીમે ખૂબ જ  શાનદાર શરૂઆત કરી હતી. 38 વર્ષીય રિદ્ધિમાન સાહાએ આવતાની સાથે જ મોટા શોટ રમવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિમાં  શુભમન ગિલ બીજા છેડે ધીમે ધીમે રન બનાવી રહ્યો  હતો.  પરંતુ 5 ઓવર પછી ગિલે પણ ઝડપી બેટિંગ શરૂ કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી થઈ હતી. સાહા 13મી ઓવરના પહેલા બોલ પર પ્રેરકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 43 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા.


રિદ્ધિમાન સાહાએ 20 બોલમાં અડધી સદી ફટકારી


સાહાએ 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે વિજય શંકરને પાછળ છોડી દીધો છે. પાવરપ્લેમાં સાહાએ ગિલ સાથે મળીને 78 રન બનાવ્યા હતા. આ સિઝનનો આ ચોથો સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. આ સાથે જ IPLના ઈતિહાસમાં ગુજરાતનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર પણ છે. સાહાએ પાવરપ્લેમાં એકલા હાથે 54 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં આ સિઝનમાં કોઈપણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે.


ગુજરાત ટાઇટન્સ માટે સૌથી ઝડપી અડધી સદી(બોલનો સામનો કરીને)


20 - રિદ્ધિમાન સાહા વિ. લખનૌ, અમદાવાદ, આજે
21 - વિજય શંકર વિ. કોલકાતા, અમદાવાદ
24 - વિજય શંકર વિ. કોલકાતા, કોલકાતા


IPL 2023 માં સૌથી વધુ પાવરપ્લે સ્કોર


85/1 - રાજસ્થાન વિ. હૈદરાબાદ, હૈદરાબાદ
80/1 - લખનૌ વિ. ચેન્નાઈ, ચેન્નાઈ
79/0 - ચેન્નાઈ વિ. લખનૌ, ચેન્નાઈ
78/0 - ગુજરાત વિ. લખનૌ, લખનૌ, આજે


પાવરપ્લેમાં આ સિઝનમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર


54*(23)- રિદ્ધિમાન સાહા (ગુજરાત) વિરુદ્ધ લખનૌ, અમદાવાદ
54(22) - કાયલ મેયર્સ (લખનૌ) વિરુદ્ધ પંજાબ, મોહાલી
54(22) - જોસ બટલર (રાજસ્થાન) વિરુદ્ધ હૈદરાબાદ, હૈદરાબાદ
53*(20) - અજિંક્ય રહાણે (ચેન્નઈ) વિરુદ્ધ મુંબઈ, મુંબઈ
53(20) - કાયલ મેયર્સ (લખનૌ) વિ ચેન્નાઈ, ચેન્નાઈ


ગુજરાત માટે સૌથી વધુ પાવરપ્લે સ્કોર


78/0 વિ લખનૌ, અમદાવાદ, આજે
65/1 વિ ચેન્નાઈ, અમદાવાદ, 2023
64/1 વિ રાજસ્થાન, કોલકાતા, 2022 (ક્વોલિફાયર 1)
59/0 વિ હૈદરાબાદ, મુંબઈ, 2022