GT vs MI, IPL 2023 Live: ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી આપી હાર

આજે આઇપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે.  IPL 2023માં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ત્રણ મેચ રમાઈ ચૂકી છે.

gujarati.abplive.com Last Updated: 25 Apr 2023 11:26 PM
ગુજરાત ટાઈટન્સની શાનદાર જીત

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે મુંબઈ સામે 208 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.   જવાબમાં મુંબઈની ટીમ 152 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

મુંબઈની પાંચમી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ 59 રનના સ્કોર પર પડી હતી. ટિમ ડેવિડ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો.  નેહલ અને સૂર્યકુમાર યાદવ  ક્રિઝ પર છે. મુંબઈનો સ્કોર 12 ઓવર પછી પાંચ વિકેટે 75 રન છે.

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ પડી

208 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા આઠ બોલમાં બે રન બનાવીને આઉટ થઈ ગયો છે. 

મુંબઈ ઈન્ડિયન્સને જીતવા 208 રનનો ટાર્ગેટ

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. ડેવિડ મિલરે 46 રન અને અભિનવ મનોહરે 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  તેવટિયા 5 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી. અર્જુન તેંડુલકર, બેહરનડોર્ફ, મેરેડિથ અને કુમાર કાર્તિકેયને પણ એક-એક વિકેટ મળી હતી.

શુભમન ગિલની અડધી સદી

શુભમન ગિલે 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે અત્યાર સુધી પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી છે. 

ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી

ગુજરાતની ટીમની બીજી વિકેટ 50 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા 14 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો છે. સાત ઓવર પછી ગુજરાતનો સ્કોર બે વિકેટે 55 રન છે. 

ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ પડી

ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ 12 રનના સ્કોર પર પડી હતી. રિદ્ધિમાન સાહા સાત બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો.   હાર્દિક પંડ્યા શુભમન ગિલ સાથે ક્રિઝ પર છે. 

GT vs MI લાઇવ સ્કોર: ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, મોહિત શર્મા.

GT vs MI લાઈવ સ્કોર: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), કેમરુન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વઘેરા, કુમાર કાર્તિકેય, અર્જુન તેંડુલકર, રિલે મેરેડિથ, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

ગુજરાત અને મુંબઈ વચ્ચે મુકાબલો

ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાનારી મેચ સાંજે 7.30 વાગ્યે શરુ થશે. સાંજે 7 વાગ્યે ટોસ થશે. 

બ્રેકગ્રાઉન્ડ

GT vs MI Score Live Updates: આજે આઇપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે.  IPL 2023માં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ત્રણ મેચ રમાઈ ચૂકી છે. આ ત્રણેય મેચોની તમામ છ ઇનિંગ્સમાં સ્કૉર 175+ રનોનો રહ્યો છે. ત્રણેય વખત બીજી બેટિંગ કરનારી ટીમ અહીં જીતી છે. આ સિઝનમાં પણ આ મેદાનમાં 205 રનના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો છે. 


આ પીચ પર ફાસ્ટ બૉલરો અને સ્પિનરો માટે ચોક્કસ મદદ છે, અહીં આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ફાસ્ટ બૉલરોએ બંને ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટ લીધી છે. સ્પિનરોને પણ ઘણી વિકેટ મળી છે, પરંતુ એકંદરે બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં રાત્રે બીજી ઈનિંગમાં ભેજનું ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે બૉલરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્રણેય મેચોમાં સફળ રન ચેઝમાં ભેજની ભૂમિકા મહત્વની રહી છે. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.