GT vs PBKS: પંજાબ સામે રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સની 6 વિકેટે જીત, ગિલના 67 રન
GT vs PBKS, IPL 2023 Live: આજે, શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમો મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં સામસામે હશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
મોહાલીમાં રમાયેલી IPL 2023 ની 18મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં ગુજરાતની આ ત્રીજી જીત છે. પંજાબ કિંગ્સની બીજી હાર છે. પ્રથમ રમત બાદ પંજાબે ગુજરાત સામે 154 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ડિફેન્ડિંગ ચેમ્પિયને માત્ર ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાત માટે ઓપનર શુભમન ગિલે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. જોકે છેલ્લી ઓવરમાં શુભમન ગિલ આઉટ થતાં બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ જ્યારે બે બોલમાં ચાર રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવટિયાએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ગુજરાતે 15 ઓવરમાં 111 રન બનાવી લીધા છે. હવે જીતવા માટે 30 બોલમાં 43 રનની જરુર છે.
શુભમન ગિલ અને સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ માટે ક્રિઝ પર છે. 10 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 1 વિકેટે 81 રન છે. હવે હાર્દિક પંડ્યાની ટીમને જીતવા માટે 60 બોલમાં 74 રનની જરૂર છે.
સાહા 30 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ગુજરાતે 7.3 ઓવરમાં 63 રન બનાવ્યા છે.
ગુજરાતે શાનદાર શરુઆત કરી છે. 4 ઓવરના અંતે વિના વિકેટે 44 રન બનાવી લીધા છે.
પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા છે. આમ ગુજરાતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી સૌથી વધુ રન મેથ્યુ શોર્ટે કર્યા હતા. તેમણે 36 રનની પારી રમી હતી.
જીતેશ શર્મા 25 રન બનાવી આઉટ થયો છે. પંજાબે 12.2 ઓવરમાં 4 વિકેટ 92 રન બનાવ્યા છે.
પંજાબને ત્રીજો ઝટકો લાગ્યો છે. મેથ્યૂ શોર્ટ 36 રન બનાવી આઉટ થયો છે. હાલમાં પંજાબે 9 ઓવરમાં 3 વિકેટે 71 રન બનાવી લીધા છે.
પંજાબ કિંગ્સનો સ્કોર 6 ઓવર પછી બે વિકેટે 52 રન છે. પંજાબની બીજી વિકેટ શિખર ધવનના રૂપમાં પડી હતી. તે આઠ રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં રાજપક્ષે અને મેથ્યુ શોર્ટ બેટિંગ કરી રહ્યા છે.
કેપ્ટન શિખર ધવન 8 બોલમાં 8 રન કરી આઉટ થયો છે. પંજાબે 4 ઓવરમાં 2 વિકેટે 30 રન બનાવ્યા છે.
પહેલી ઓવરમાં જ પંજાબની વિકેટ પડી ગઈ છે. પ્રભસિમરન સિંહ ઝીરો પર આઉટ થયો છે.
રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.
પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, કગીસો રબાડા, ઋષિ ધવન, અર્શદીપ સિંહ.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોએ 3-3 મેચ રમ્યા બાદ 2-2 મેચ જીતી છે. ગુજરાત માટે આ મેચથી હાર્દિક પંડ્યાએ ફરી એકવાર કેપ્ટનશિપની જવાબદારી સંભાળી છે.
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ અને યશ દયાલ.
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, સેમ કર્રન, નાથન એલિસ, મોહિત રાઠી, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
બ્રેકગ્રાઉન્ડ
GT vs PBKS, IPL 2023 Live: આજે, શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમો મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં સામસામે હશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જો કે, પંજાબ કિંગ્સ સિઝનમાં તેમની ત્રીજી જીત નોંધાવવા પર નજર રાખશે. જ્યારે હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે છેલ્લા બોલે મળેલી હારને ભૂલીને જીત નોંધાવવા મેદાનમાં ઉતરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -