પાર્થિવ પટેલે 2004માં પોતાની પહેલી રણજી મેચ રમી હતી, 2006થી સતત ગુજરાત રણજી ટીમનો કેપ્ટન છે. સોમવારે 27 જાન્યુઆરીએ જ્યારે સુરત લાલભાઇ કૉન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તે વિદર્ભ વિરુદ્ધ પોતાની ટીમની સાથે મેદાનમાં ઉતર્યો, ત્યારે પાર્થિવ પટેલ 100 રણજી મેચ રમનારો ગુજરાતનો પહેલો ખેલાડી બની ગયો હતો.
ગુજરાતમાં ક્રિકેટને નવી ઉંચાઇઓ પર પહોંચડાવા માટે પાર્થિવ પટેલનુ મોટુ નામે છે. માર્ચ 1985માં જન્મેલા પાર્થિવ પટેલને વર્ષ 2002માં જ્યારે ટીમ ઇન્ડિયામાં પહેલીવાર જગ્યા મળી તો તે દુનિયાનૌ સૌથી નાની ઉંમરનો વિકેટકીપર બની ગયો હતો. સાથે ભારતીય ટીમમાં જગ્યા મેળવનારો ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.