Guwahati Weather Forecast:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે રમાશે. બંને ટીમો ગુવાહાટીમાં સામસામે ટકરાશે.  આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઈરાદા સાથે ગુવાહાટીમાં મેદાનમાં ઉતરશે. પરંતુ શું ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી T20 મેચમાં વરસાદ વિલન બનશે ? ગુવાહાટીમાં મંગળવારે હવામાન કેવું રહેશે ? ક્રિકેટ ચાહકોમાં આ મેચને લઈ શાનદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  


શું મંગળવારે ગુવાહાટીમાં વરસાદ પડશે ?


જોકે, ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. AccuWeather અનુસાર, મંગળવારે ગુવાહાટીમાં આકાશ સ્વચ્છ રહેશે. એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી. આ સિવાય મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.  ગુવાહાટીમાં રાત્રે 10.30 વાગ્યે તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.  ચાહકો માટે સારા સમાચાર છે કે ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી.


ટીમ ઈન્ડિયાની નજર સીરીઝ જીતવા પર છે


આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી.  ટીમ ઇન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. જોકે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુવાહાટીમાં શ્રેણી જીતવા ઈચ્છશે. આ શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં 1લી ડિસેમ્બરે રમાશે. જ્યારે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે. 


ત્રીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા.


ત્રીજી T20 માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત ઈલેવન


સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ/ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સાંઘા. 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial